અમદાવાદ: શહેરમાં પૂરવાટ ચાલતા વાહનોના કારણે છાસવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર પૂરપાટ આવતી કારે એકસાથે 3 વાહનોને અટફેટે લીધા હતા. જેમાં એક બાઈકમાં આગ લાગતા આખું બળીને ખાખ થઈ ગયું હતું. જ્યારે સમગ્ર ઘટનામાં કુલ 4 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી.
ADVERTISEMENT
કારે વાહનોને અડફેટે લેતા 4 લોકો ઈજાગ્રસ્ત
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ પર અકસ્માતની ઘટના બની હતી. શાહપુર પાસેના રિવરફ્રન્ટ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારે 3 જેટલા વાહનોને અટફેટે લીધા હતા. જેમાં એક બાઈકમાં આગ લાગી જતા તે આખું બખીને ખાખ થઈ ગયું હતું. અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કાર વાહનોને ટક્કર મારીને ડિવાઈડર પર ચડી ગઈ છે અને તેમાં આગળના ભાગે મોટા પાયે નુકસાન થયું છે.
મહેસાણામાં હિટ એન્ડ રન, ટ્રક ચાલકે 1 કિમી સુધી એક્ટિવા ઢસડ્યું
તો બીજી તરફ મહેસાણામાં પણ ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં એક્ટિવા લઈને જતા યુવકને ટ્રક ચાલકે ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. વાહનને ટક્કર માર્યા બાદ તે ટ્રકમાં ફસાઈ જતા 1 કિલોમીટર સુધી ઢસડાયું હતું, એવામાં અન્ય વાહન ચાલકોએ બુમાબુમ કરીને ટ્રકને થોભાવી હતી. જોકે બાદમાં ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT