નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: છોટાઉદેપુર શહેરમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાસે રોડ ઉપર પુર ઝડપે આવતી ટાટા ઇન્ડિકા કારે રસ્તે ચાલતા યુવાનને ટક્કર મારી હવામાં ફંગોળી દીધો હતો. વડોદરાનો યુવાન હર્ષદ ગોકુળ મારવાડી પોતાના બનેવીને ત્યાં રહેવા આવ્યો હોય. જે વૃંદાવન સોસાયટી પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાસેથી ચાલતા જતા હતા અને રંગપુર નાકા તરફ ફરવા નીકળ્યા હતા. જે સમયે અચાનક પાછળથી ઇન્ડિકા કાર પુર ઝડપે આવતી હોય તેણે યુવાનને ફુટબોલની જેમ હવામાં ફંગોળી દીધો હતો. જ્યારે રસ્તાની સાઈડે ઉભેલી બાઈકનો ખુરદો બોલાવી દીધો હતો.
ADVERTISEMENT
યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હર્ષદ મારવાડીને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જનરલ હૉસ્પિટલ ખાતે લાવવામાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હર્ષદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જેવા નાના નગરમાં પણ બેફામ કાર ચલાવતા ચાલકોના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે.
નોંધનીય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારતા તથ્ય પટેલે પણ ભીડને અડફેટે લેતા 9 લોકોના મોત થઈ ગયા હતા, જે બાદ રાજ્યભરમાં આ રીતે બેફાન વાહન હંકાવનારા ચાલકો સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે છોટા ઉદેપુરમાં પણ બેફામ વાહન ચાલકો રસ્તે જતા લોકોને અડફેટે લઈ રહ્યા છે.
ADVERTISEMENT