સાબરકાંઠા: બાઈક ચાલકને બચાવવા જતા સ્વિફ્ટ કાર 5 પલટી મારી ગઈ, કારમાં બેઠેલા 3નો ચમત્કારિક બચાવ

સાબરકાંઠા: ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવતને સાચી સાબિત કરતી એક ઘટના ડીસા જિલ્લામાં બની ગઈ. અહીંના થરાદ-ધાનેરા હાઈવે પર પુરપાટ જતી કાર બાઈક…

gujarattak
follow google news

સાબરકાંઠા: ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવતને સાચી સાબિત કરતી એક ઘટના ડીસા જિલ્લામાં બની ગઈ. અહીંના થરાદ-ધાનેરા હાઈવે પર પુરપાટ જતી કાર બાઈક સવારને બચાવવા જતા પલ્ટી મારી ગઈ. અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. જેમાં બાઈક સવાર સહિત કારમાં બેઠેલા 3 જેટલા વ્યક્તિઓનો પણ આબાદ બચાવ થયો હતો.

ઘટનાની વિગતો મુજબ, ડીસાના થરાદ-ધાનેરા હાઇવે પર ભોરડુ ગામની નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એક બાઈક ચાલક ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારના ચાલકે બાઈક ચાલકને બચાવવા જતા કાર પલટી મારી ગઈ હતી. પેટ્રોલ પંપની સામે જ કાર એક બાદ એક ચારથી પાંચ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ખાસ બાબત એ છે કે આ અકસ્માતમાં કોઈપણ જાનહાનિ થઈ નથી. બાઈક ચાલકનો તો આબાદ બચાવ થયો જ સાથે કારમાં બેઠેલા 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર નીકળવામાં મદદ કરી હતી. જોકે ખાસ બાબત એ રહી કે આ અકસ્માતમાં મોટી જાનહાનિ થતા ટળી હતી.

    follow whatsapp