ગાંધીનગર : ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પડઘમ સાંજે 5 વાગ્યે શાંત થઇ ચુક્યાં છે. હવે કોઇ પણ પ્રકારનો જાહેર પ્રચાર કરી શકાશે નહી. ડોર ટુ ડોર પ્રચાર કરવાની છુટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાની ચૂંટણી જ્યાં જ્યાં થવાની છે તે વિસ્તારોમાં પ્રચારના પડઘમ શાંત થઇ ચુક્યાં છે. આ વિસ્તારોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં જાહેર ચૂંટણી પ્રચાર નહી કરી શકાય.
ADVERTISEMENT
1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે મતદાન
1 ડિસેમ્બર, 2022 ના દિવસે પ્રથમ તબક્કા માટે મતદાન થવાનું છે. મતદાનનો સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યા દરમિયાન થશે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ 19 જિલ્લામાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ 89 બેઠકો 39 પક્ષના કુલ 788 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 718 પુરૂષ ઉમેદવાર જ્યારે 70 મહિલા ઉમેદવાર છે. પ્રથમ તબક્કા માટે કુલ 2.39 (2,39,76,670) કરોડથી વધારે મતદારો મતદાન કરશે. જેમાં 1,15,42,811 (1.15 કરોડ) મહિલા મતદાતાઓ અને 1,24,33,362 (1.24 કરોડ) પુરૂષ મતદાતાઓ મતદાન કરશે અને 497 ત્રીજી જાતીના મતદારો છે.
કુલ મતદાતાઓ 2.39 કરોડથી વધારે
18 થી 19 વર્ષની વયના 5,74,560 મતદાતાઓ છે. જ્યારે 99 વર્ષથી વધારે વયના 4945 મતદાતાઓ છે. 9606, 9371,235 સેવા મતદારો (જે ઇલેક્શન ડ્યુટીમાં હોય અને અગાઉ મતદાન કરી ચુક્યા હોય) તેવા મતદારો છે. આ ઉપરાંત 163 NRI મતદારો છે. આ મતદારો માટે કુલ 14,382 મતદાન મથક સ્થળો હશે. 3311 શહેરી વિસ્તારમાં 11,071 ગ્રામ્ય વિસ્તારમાં મતદાન મથકો સ્થાપિત કરાયા છે. 25430 મતદાન મથકો છે.
વિવિધ મોડેલ મતદાન મથકો પણ કાર્યરત રહેશે
25430 મતદાન મથકો પૈકી 89 મોડલ મતદાન મથકો, 89 દિવ્યાંક સંચાલિક મતદાન મથકો, 89 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો, 611 સખી મતદાન મથકો, 18 યુવા સંચાલિત મતદાન મથકોછે. 34,324 BU, 34,324 CU અને 38,749 VVPAT મતદાન મશીન હશે. આ મતદાન માટે 1,06,963 કર્મચારી, અધિકારી 27,978 પ્રિસાઇડીંગ ઓફીસર્સ અને 78, 985 પોલીંગ સ્ટાફ છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ કરાયું છે.
ADVERTISEMENT