રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીએ પગાર અને ભથ્થા નહી લેવાનો કર્યો નિર્ણય, CM ને આપ્યો પત્ર

અમદાવાદ: વિધાનસભાના 2022 ના ચુંટણીમાં ચુંટાયેલા પાંચ ધારાસભ્યો એવા છે  કે જેમની સંપત્તિ અબજોમાં છે.  જેમાંથી બળવંતસિંહ રાજપૂતને ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં સેબીનેટમાં સ્થાન આપવામાં…

gujarattak
follow google news

અમદાવાદ: વિધાનસભાના 2022 ના ચુંટણીમાં ચુંટાયેલા પાંચ ધારાસભ્યો એવા છે  કે જેમની સંપત્તિ અબજોમાં છે.  જેમાંથી બળવંતસિંહ રાજપૂતને ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં સેબીનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. બળવંતસિંહ રાજપૂતને ગુજરાત સરકારના સૌથી ધનિક મંત્રી માનવામાં આવે છે. ત્યારે બળવંતસિંહ રાજપૂતને ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં ઉદ્યોગનું ખાતું સોંપવામાં આવ્યું છે. ત્યારે ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યપ્રધાનને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાકીય લાભ નહીં લે. જેને સરકારમાં પરત જમા વિનંતી પણ કરી છે.

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યમંત્રીને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાકીય લાભ નહીં લે. સંદર્ભમાં બલવંતસિંહે મુખ્યમંત્રીને લેખિતમાં એક પત્ર પણ આપ્યો છે.

 આ પહેલા પણ સરકારી લાભ જતાં કર્યા છે 
બલવંતસિંહ રાજપૂત અગાઉ પણ જીઆઇડીસી ના ચેરમેન હતા તે સમય દરમિયાન પણ સરકારના કોઈ જ લાભ લીધા ન હતા પગાર ભથ્થા ઉપરાંત સરકારી પેટ્રોલ પણ લીધું ન હતું.

જાણો શું લખ્યું પત્રમાં 
મુખ્યમંત્રીને  પગાર ભથ્થા   જતો કરતો પત્ર સોંપવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં અમોને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે. સરકાર દ્વારા મંત્રીને નિયમાનુસાર મળવાપાત્ર પગાર-ભથ્થાની ચુકવણી કરવામાં આવે છે. હું મંત્રી તરીકે મળવા પાત્ર પગાર અને અન્ય પગાર આધારિત ભથ્થા સ્વીકારવા માંગતો નથી. જે જાણમાં લઈ જરૂરી કાર્યવાહી સારું વિનંતી છે.

    follow whatsapp