રાજકોટમાં CA સ્ટુડન્ટનો આજીડેમમાં આપઘાત, વીડિયો બનાવી બોલ્યો- તીનપત્તીમાં 1 લાખ હાર્યો, એટલા પાપ છે કે…

રાજકોટ: રાજકોટમાં CAનો અભ્યાસ કરતા 21 વર્ષના યુવકે આજી ડેમમાં જંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો…

gujarattak
follow google news

રાજકોટ: રાજકોટમાં CAનો અભ્યાસ કરતા 21 વર્ષના યુવકે આજી ડેમમાં જંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો, જે તેના પિતાને વોટ્સએપમાં મોકલ્યો હતો. વીડિયોમાં યુવક તીનપત્તી નામની મોબાઈલ ગેમમાં પૈસા હારી ગયો હોવાનું કહે છે. વીડિયો બનાવ્યા બાદ તે ડેમમાં કૂદી જાય છે. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતા તે દોડી આવી હતી અને ડેમમાંથી યુવકનો મૃતદેહ શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

યુવક વીડિયો બનાવી ડેમમાં કૂદી ગયો
વિગતો મુજબ, રાજકોટમાં રહેતો 21 વર્ષનો શુભમ બગથરિયા CAનો અભ્યાસ કરે છે. ગુરુવારે સાંજે શુભમ આજી ડેમ પહોંચ્યો હતો અને પોતાના ફોનમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલે છે, ‘બહુ મહેનત કરી મેં, આ પગલું ઉઠાવવા માટે હું મજબૂર છું. કારણ કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી. આજી નદી છે…હું કૂદુ છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો. એટલે જાન નથી દેતો કારણ છે કેટલાય. જિંદગીથી થાકી ગયો છું હું, બહુ થઈ ગયું. પપ્પા-મમ્મી આઈ લવ યુ…હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો. અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો.

પિતાએ સાંજે ફોનમાં વીડિયો જોતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ
શુભમે વીડિયો બનાવીને તેના પિતાને મોકલ્યો હતો. પરંતુ પિતાનું ઈન્ટરનેટ બંધ હોવાથી સાંજે 7 વાગ્યે નેટ શરૂ કરતા જ વીડિયો જોયો અને પગ નીચેથી જમીન સરકી ગઈ. જે બાદ પરિવાર આખી રાત યુવકને શોધતો રહ્યો. આજે સવારે લોકેશન મળતા આજી ડેમમાં યુવકની સવારથી શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

    follow whatsapp