મોરબીઃ કેબલ બ્રિજ તૂટી પડતા 134 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સી.આર.પાટીલ ટૂંક સમયમાં મોરબી ખાતે પહોંચી શકે છે. જ્યાં તેઓ ઘટનાસ્થળની મુલાકાત લઈ શકે છે. સી.આર.પાટીલ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે એવા અહેવાલો મળી રહ્યા છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. નોંધનીય છે કે બપોર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાત પહોંચશે. ઘટના બાદ રાજ્ય સરકારે પાંચ સભ્યોની એક SITની રચના કરી છે, જે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તેની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
મોરબી શહેરનો ઝૂલતો પૂલ તૂટી જતા ભારે જાનહાની થઈ છે. તેવામાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટનાગ્રસ્ત પીડિતોની મુલાકાતે પહોંચે એવી અટકળો વહી રહી છે. જ્યાં તેઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે એવા અહેવાલો મળી રહ્યા છે.
મોરબીમાં બ્રિજ તૂટતા 134નાં મોત
નોંધનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઐતિહાસિક બ્રિજ રીનોવેશન બાદ ખુલ્યાના 5 દિવસમાં જ રવિવારે સાંજે એકાએક તૂટી પડ્યો હતો. જેમાં 134 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ રાજ્ય સરકારે પાંચ સભ્યોની એક SITની રચના કરી છે, જે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તેની તપાસ કરી રહી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે મોરબીમાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લેવા જશે. ઉપરાંત તેઓ દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લેવાના છે.
2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માના શોક માટે આવતીકાલ એટલે 2 નવેમ્બરના દિવસે રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે સરકારી બિલ્ડિંગો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તથા કોઈ સરકારી કાર્યક્રમ, સત્કાર કાર્યક્રમનું પણ આયોજન થશે નહીં.
ADVERTISEMENT