ગાંધીનગરઃ ગાંધીનગરના કમલમ કાર્યાલયમાં આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેરાત કરી હતી કે, ગુજરાતની ચૂંટણીમાં ફોર્મ ભરવા, વેરિફીકેશન અને વિડ્રોઅલ પુરુ થઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રમાંથી 46 બેઠકો પર આવીને સભાઓ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ આમાં જોડાશે અને તે પણ 36 બેઠકો પર પ્રચાર કરશે. આમ કાર્પેટ બોમ્બાર્ડિંગનો કાર્યક્રમ છે. ભાજપ કાર્યકર્તાઓની તાકાત પર લડવાનું નક્કી કર્યું છે, કોઈની કમજોરી પર નહીં પોતાની તાકાતથી લડવાનું નક્કી કર્યું છે. ગુજરાતના કાર્યકર્તાઓ પણ અમારી સાથે જોડાશે. સૌથી વધુ સીટો, સૌથી વધુ લીડ અને સૌથી વધુ વોટ શેરના રેકોર્ડ અમે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન લઈશું.જોકે આ કાર્યક્રમની જાહેરાત દરમિયાન પત્રકારોના સવાલોએ પાટીલને ઘેરી લીધા હતા. દરમિયાન જ્યારે આખરે તેમને માંજલપુરની બેઠક માટે સૌથી છેલ્લે જાહેરાત થઈ અને આટલી વાર કેમ થઈ તે અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે તેનો જવાબ ટાળી દીધો હતો.
ADVERTISEMENT
નરોડામાં ડો. પાયલ કુકરાણીને ટિકિટ, મોરબી ઘટના સહિતના સવાલોના જવાબ
કોઈ નાના મોટા કાર્યકર ગરબડ કરે અમે તેવા ઈશ્યૂ પર ચૂંટણી નથી લડતા અમે મેરિટ પર લડીએ છીએ. અમે સંવાદ પર ચૂંટણી લડીએ છીએ. નરેન્દ્ર મોદીએ વિકાસના નામ પર જે લોકોના દીલ જીત્યા છે. અમિત શાહ જે પ્રમાણે પ્લાનીંગ કરે છે જેનાથી અમારું બળ વધે છે તેથી અમે આવી રાજનીતિની જરૂર નથી પડતી. 46 સ્થાનો પર કેન્દ્રીય નેતાઓ આવશે અને સ્થાનીક 14 પ્રચારકો 36 સ્થાનો પર પ્રચાર માટે જશે. નરોડાના ઉમેદવારને લઈને તેમણે કહ્યું કે, કોર્ટનો જે નિર્ણય થયો તેમાં તેમને સજા થઈ તે તેમને ભોગવી, જ્યારે આ ઘટના બની ત્યારે આ ઉમેદવારની ઉંમર પણ 10, 15 વર્ષની હશે. આજે તે સક્ષમ છે, ચૂંટણી લડી શકે છે, જીતી શકે છે, પાર્ટીની કાર્યકર્તા છે. અમે તે મેરિટ પર તેમને લડાવી રહ્યા છીએ. તેમણે મોરબીની ઘટના અંગે કહ્યું કે, સરકાર કોઈને છોડશે નહીં, ફરિયાદ ક્લિયર છે તેમાં કોઈનું નામ નથી, તપાસમાં જે આવશે અને તેમાં જે દોષિત થશે તેમને અમે અંદર કરીશું. પહેલા કોઈ નામ લેતા તો કહેતા કે આમને લીધા બીજાને કેમ છોડ્યા. આરોપ કોણ કરી રહ્યું છે તે પણ તમે ધ્યાન રાખો. કોર્ટનો જે નિર્ણય આવશે જે દોષી ઠેરવાશે તેમને છોડાશે નહીં.
કંચન ઝરીવાલા અને નારાજ નેતાઓ મામલે પાટીલે કહ્યું કહ્યું…
તેમણે કહ્યું કે 182 બેઠકો પર 4100 દાવેદારો હતા. આ બધા જ સક્ષમ છે. હજુ જે ત્રણ ચારે જે કર્યું છે તે ફોર્મ પાછું ખેંચવાનો હજુ પણ સમય છે. નહીં ખેંચે તો પાર્ટીને જે એક્શન લેવાના છે તે લેશે. કંચન ઝરીવાલા મુદ્દે તેમણે કહ્યું કે, મુરઘી પણ તેના બચ્ચાઓને સંભાળી લે છે. પોતાના નેતાઓને આ લોકો સંભાળી શકતા નથી અને પછી કહે છે ભાજપના ગુંડાઓએ ઉઠાવી લીધા. આવી વાત તેવા જ લોકો કરે છે જેઓ પોતે ગુંડાઓની વચ્ચે હોય. દરમિયાનમાં માંજલપુર બેઠક પર યોગેશ પટેલના નામની જાહેરાત માટે આટલો વિલંબ કેમ કરાયો તે અંગે સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે, મને લાગે છે હવે તમારી પાસે સવાલો પુરા થઈ ગયા છે. તો હવે આપણે રજા લઈએ. તેમ કહી આ પ્રશ્ન ટાળ્યો હતો અને તેના પછીના બીજા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
ADVERTISEMENT