અંબાજીમાં પાર્થેશ્વરની પુજાથી થાય છે તમામ દુ:ખોનો નાશ, અખંડ એશ્વર્યની પ્રાપ્તિ

અંબાજી : શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય…

gujarattak
follow google news

અંબાજી : શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય ભગવાન શિવના વિવિઘ મંદિરો આવેલાં છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો શિવ ભકિતમાંલીન થયા છે, ત્યારે કેટલાક ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે. અંબાજીના કુંભારીયા ખાતે આવેલા રામેશ્વર મહાદેવ ખાતે ભક્તો પાર્થેશ્વરલિંગનું પૂજન કરી રહ્યા છે. અંબાજી ખાતે 12 કરતા વધુ શિવના મહાદેવના મંદિરો આવેલા છે ત્યારે અંબાજીના ભક્તો વિવિઘ શિવ મંદિરોમાં પુજા અર્ચના કરી રહ્યા છે. આમ શ્રાવણ માસમાં અંબાજી ધામ પણ શિવમય બની ગયું છે.

અંબાજીમાં ભક્તો પાર્થિવલિંગ પુજન માટે આવે છે
અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ છે. જેથી મોટા પ્રમાણમાં મા અંબાના ભક્તો અહીં ઉમટી પડતા હોય છે. જો કે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે માઇ ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે તો આવે જ છે સાથે સાથે મહાદેવના વિવિધ શિવ મંદિરોમાં પણ દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવતા હોય છે. તેઓ અહીં રૂદ્રીથી માંડીને વિવિધ પુજાપાઠ કરતા હોય છે. ત્યારે અંબાજી ખાતે પાર્થેશ્વર લિંગની પુજાનું મહાત્મય ખુબ જ છે. ભક્તો મોટા પ્રમાણમાં અહીં પાર્થેશ્વરની પુજા કરવા માટે આવે છે.

શું છે પાર્થેશ્વર પૂજાનુ મહત્વ
અંબાજીના શિવ ભક્તોની ભકિત અનેરી છે. આ ભક્તો છેલ્લા 12 વર્ષથી કુંવારીકા માટીથી રોજે રોજ સવારે 1001 શિવલિંગ બનાવીને તેનું વિશેષ પૂજન અર્ચન કરી તેના પર બીલીપત્ર અર્પણ કરી શિવ આરાધના કરી રહ્યા છે. સાંજે આ તમામ માટીના શિવલિંગને સરસ્વતી નદીના પાણીમાં વિસર્જીત કરી રહ્યા છે. આમ રોજના 1001 શિવલિંગ શ્રાવણ માસ નિમિત્તે આ ભક્તો એક મહિના સુધી ભક્તિ કરી શિવ આશિર્વાદ મેળવી રહ્યાં છે. આ પૂજાને સોડસો પચાર પુજન કહેવાય છે.

શિવપુરાણમાં પાર્થેશ્વર મહાદેવનાં પુજનનો અનોખુ મહાત્મય
શિવપુરાણમાં ઉલ્લેખ છે કે, પાર્થિવ શિવલિંગનું પુજન તમામ દુખોને હરનારૂ છે. તમારી દરેક મનોકામના પુ ર્ણ કરે છે. જો દરરોજ પાર્થિવ પુજન કરવામાં આવે તો આ લોક ઉપરાંત પરલોકમાં પણ અખંડ શિવભક્તિની પ્રાપ્તિ થાય છે. પાર્થિવ શિવલિંગ સમક્ષ મૃત્યુંજય જાપથી તમામ રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

આ પુજા કરતા સમયે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
જો કે આ પુજન કરતા સમયે કેટલી બાબતોનું ધ્યાન પણ રાખવું ખુબ જ જરૂરી છે. આ લિંગ 12 ઇંચથી વધારે ઉંચુ ન હોય તેનું ખાસ ખ્યાલ રાખવો તેનાથી મોટા શિવલિંગ બનાવવાથી પુણ્ય પ્રાપ્તિ નથી થતી. પવિત્ર નદી અથવા તળાવની જ માટી લેવી જોઇએ. પુષ્પ, ચંદન સહિતની વિવિધ વસ્તુઓથી આ શિવલિંગને સુષોભિત કરી શકાય છે. શિવલિંગને જે પણ વસ્તુ પણ સ્પર્ષી જાય પછી તે ગ્રહણ કરવી નહી.

(વિથ ઇનપુટ શક્તિસિંહ રાજપુત)

    follow whatsapp