બુટલેગરોએ ટ્રકમાં એવી જગ્યાએ દારૂ છૂપાડ્યો હતો કે પોલીસ માથુ ખંજવાળતી રહી ગઈ…

ગીર સોમનાથઃ ગુજરાતમાં એક બાજુ લઠ્ઠાકાંડને ગણતરીના દિવસો જ થયા છે. ત્યારે બીજી બાજુ ઠેર ઠેર જિલ્લાઓમાંથી બુટલોગરો દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ રહ્યા છે. આટલી…

gujarattak
follow google news

ગીર સોમનાથઃ ગુજરાતમાં એક બાજુ લઠ્ઠાકાંડને ગણતરીના દિવસો જ થયા છે. ત્યારે બીજી બાજુ ઠેર ઠેર જિલ્લાઓમાંથી બુટલોગરો દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ રહ્યા છે. આટલી મોટી ઘટના બની હોવા છતા તથા ગુજરાતમાં દારૂબંધી છે તો પણ બુટલેગરો દારૂની હેરાફેરી કરવાનું ચાલુ જ રાખે છે. તેવામાં કોડિનારમાંથી ICBએ બાતમીના આધારે મોડી રાત્રે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જોકે આ ઘટનાની ખાસ વાત એ રહી કે બુટલેગરોએ ટ્રકમાં એવી જગ્યાએ દારૂ છુપાડ્યો હતો કે પોલીસ પણ બે ઘડી શોધતા માથુ ખંજવાળવા લાગી હતી. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ….

ટ્રકમાં ક્યાં હતો દારૂ…
મોડી રાત્રે પોલીસે ચોક્કસ બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને ઝડપી પાડી હતી. આ દરમિયાન ચોંકાવનારી વાત એ રહી કે ચોરોએ ટ્રકમાં એક ખાસ ચોરખાનુ બનાવ્યું હતું. જેમાંથી તેમને પહેલા તો દારૂ ન મળ્યું પરંતુ ત્યારપછી તપાસ કરતા ચોંકાવનારો બુટલેગરોનો જુગાડ જોવા મળ્યો હતો. ચોર દ્વારા ટ્રકમાં એક ખાસ ચોર ખાનુ બનાવ્યું હતું, જેમાંથી પોલીસને વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. નોંધનીય છે કે ટ્રકની અંદર વધુ એક શટર પાડવા

વિદેશી દારૂ સાથે 20 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની 110 પેટી જેમાં 2939 બોટલ મળી કુલ 20 લાખ 28 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ દરમિયાન કોડિનાર નજીકથી મુરલીધર હોટલ નજીકથી દારૂ ભરેલી ટ્રક સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે જે પ્રમાણે પૂછપરછ કરી એને જોતા વધુ 2 આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી કોડિનારનો અશ્વિન તથા ઉનાનો રમેશ બાબુ ફરાર થઈ ગયો છે.

With Input- ભાવેશ ઠાકર

    follow whatsapp