સુરત: બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડનો રેલો હવે છેક સુરત સુધી પહોંચી ગયો છે. બરવાળામાં બે દિવસ અગાઉ દેશી દારૂ પીનારા ખાનગી ટ્રાવેલ્સના ક્લિનરની સુરતમાં તબિયત લથડતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. બદલેવ નામના આ વ્યક્તિને એકાએક જ દેખાતું બંધ થઈ ગયું અને બેભાન થઈને તે ઢળી પડ્યો હતો. તેથી બસના ડ્રાઈવર તેમજ અન્ય વ્યક્તિઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા.
ADVERTISEMENT
બળદેવ નામનો યુવક ખાનગી બસમાં ક્લિનર તરીકે નોકરી કરતો હતો અને બે દિવસ પહેલા જ તેણે બરવાળા ખાતે વેચાતા ઝેરી દારૂની પોટલી રૂ.20માં ખરીદીને પીધી હતી. આ બાદ તે ટ્રાવેલ્સમાં સુરત ગયો હતો, જ્યાં પહોંચતા જ તેને એકાએક આંખે દેખાતું બંધ થઈ ગયું અને તે બેભાઈન થઈને ઢળી પડ્યો હતો. જેથી હાલમાં તેને હોસ્પિટલમાં એડમિટ કરાયો છે.
નોંધનીય છે કે બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં 42 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. આ લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોને અમદાવાદ, ભાવનગર તથા બોટાદની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે ભાવનગરમાં 15 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ અન્ય કેટલાક દર્દીઓ સારવાર હેઠળ છે.
ADVERTISEMENT