અમદાવાદ: શહેરના મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કાર્યમાં આજે દુર્ઘટના ઘટી હતી. બુલેટ ટ્રેન માટે તૈયાર કરવામાં આવતા પિલ્લરનું સળિયાનું સ્ટ્રક્ટર અચાનક પડી જતા એક મહિલા તેના નીચે દબાઈ ગઈ હતી. જે બાદ ક્રેન બોલાવીને સ્ટ્રક્ચર ઊચું કરી મહિલાને બહાર કાઢવામાં આવી હતી. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
મણિનગર રેલવે ફાટક પાસે દુર્ઘટના
વિગતો મુજબ, અમદાવાદના મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જ્યાં બુલેટ ટ્રેન માટે પિલ્લર બનાવાઈ રહ્યા છે. શનિવારે સાંજે બુલેટ ટ્રેનના પિલ્લર માટેનું લોખંડનું ઊભું સ્ટ્રક્ચર BRTS ટ્રેક પર પડ્યું હતું. જેમાં ત્યાંથી પસાર થતી એક મહિલા દબાઈ ગઈ હતી. લોખંડના સ્ટ્રક્ચરમાં મહિલા દબાઈ જતા દોડાદોડ મચી હતી. આથી તાત્કાલિક હેવી ક્રેઈન દ્વારા મહિલાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ
લોખંડના સ્ટ્રક્ચર નીચે દબાઈ જતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. જે બાદ 108ને જાણ કરવામાં આવી હતી. હેવી ક્રેઈનછી સ્ટ્રક્ચરને ઊંચું કરી મહિલાને બહાર કાઢવામાં આવી હતી અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ બનાવને પગલે રેલવે ક્રોસિંગ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ADVERTISEMENT