કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં રકડતા પશુઓનો આતંક યથાવત રહ્યો છે. ક્યારેક લોકોને અડફેટે લઈને જીવલેણ પણ અનેક વખત સાબિત થઈ ચૂક્યા છે. તો ક્યારેક વાહનો પર આફત બની તૂટી પડે છે. આ દરમિયાન કચ્છમાં આખલનો આતંક સામે આવ્યો છે. મુન્દ્રામાં બે રખડતા આખલાઓના ઝગડા દરમિયાન 15 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ADVERTISEMENT
કચ્છના મુન્દ્રામાં બે રખડતા આખલાઓ વચ્ચે ઝઘડો થયાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આ આખલાઓએ 15થી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આખાઓ ઝગડતા ઝગડતા વાહનો પાર્ક કરેલ પ્લોટના પહોંચી ગયા. અને થોડી જ વારમાં પાર્ક કરેલ વાહનોને ઉઠાલ પાથલ કરી દીધા હતા. જ્યારે એક વાહનને તો આખલાએ શિંગડે ચડવ્યું હતું.
સ્થાનિકોએ કહ્યું આ નગરપાલિકાની બેદરકારી
મુન્દ્રાના બારોઇ વિસ્તારમાં આખલાનો આતંક યથાવત રહ્યો છે. ત્યારે આજે એક સાથે 15 થી વધુ વાહનોને આખલાઓએ નુકશાન પહોંચાડ્યું છે. ત્યારે આ ઘટનાને લઈ સ્થાનિકોનું કહેવું છે કે આ નગરપાલિકાની બેદરકારી છે, તેના કારણે શહેરમાં રખડતા આખલાઓ ખુલ્લેઆમ આવા વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા છે, પરંતુ નગરપાલિકા રખડતા આખલાઓને પકડીને લઈ જવાનો પ્રયાસ નથી કરી રહી.
આ પણ વાંચો: અમદાવાદમાં યમદૂત બની ટ્રક યુવકના માથા પર ફરી વળ્યો, ઘટનાસ્થળે જ મોત
અનેક વખત ફરિયાદ છતાં કોઈ નિકાલ નહીં
સ્થાનીકોના મુજબ આખલા ને પાંજરે પૂરવા મુન્દ્રા નગરપાલિકામાં અનેક વાર રજુવાત કરી હોવા છતાં મુન્દ્રા નગરપાલિકાના બેદરકારી કારણે આખાલાઓનો આતંક સામે આવી રહ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT