હિતેશ સુતરીયા/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે માસ પૂર્વે એક ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં કડીયા કામ કરતા ચાર શ્રમિકના દાઝી જવાથી મોત નિપજયા હોવાની ઘટનાની હજુ શાહી શુકાઈ નથી, ત્યારે મોડાસા નગર પાલિકા વિસ્તારના માલપુર રોડ પર આવેલા શાસ્ત્રી મેદાન પાસે નિર્માધીન બિલ્ડીંગના ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા એક શ્રમિકનું મોત થયું છે. જ્યારે અન્ય બે ગંભીર છે.
ADVERTISEMENT
સેફ્ટી સાધનો વગર કામ કરી રહ્યા હતા મજૂરો
વિગતો મુજબ, મોડાસાના માલપુર રોડ પર નિર્માધીન ફોરસ્ક્વેર નામની બિલ્ડીંગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ચોથા માળે ચાલતા કામ દરમિયાન ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. જેમાં ચોથા માળેથી નીચે પટકાતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે શ્રમિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. આટલી ઉંચાઈએ શ્રમિકો કોઈપણ વગરની સેફ્ટી વગર કામગીરી કરી રહ્યા હતા, જેના કારણે જાનહાનિ સર્જાઈ હતી. ઘટનાને પગલે પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ કરશે આરોપીઓ સામે કાર્યવાહી?
મોડાસા શહેરમાં બિલ્ડરોના પાપે શ્રમિકો મોતને ભેટી રહ્યા છે, દુર્ઘટના જવાબદાર આરોપીઓને ઝડપી લેવામાં પોલીસ નિષ્ક્રિય રહી છે. ત્યારે આજે સર્જાયેલી ઘટના આરોપી સામે પોલીસ કેવી કાર્યવાહી હાથ ધરશે તે જોવું રહ્યું.
ADVERTISEMENT