MLA Mahesh Vasava May Join BJP Meets C R Patil: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો સક્રિય થવા મંડ્યા છે. તો એવામાં ભરૂચ લોકસભા આ વખતે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. એક બાજુ એક ચૈતર વસાવાને INDIA ગઠબંધનમાંથી ઉમેદવાર જાહેર કર્યો ત્યારથી કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી તો બીજી બાજુ આજે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે મહેશ વસાવાએ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાતને કારણે પણ હાલ ભરૂચ લોકસભા ફરી એક વખત ચર્ચામાં આવી છે.
ADVERTISEMENT
ભરૂચ લોકસભા બેઠક પર મોટો ખેલ થવાના એંધાણ
ભરૂચ લોકસભા બેઠક પર મોટો ખેલ થવાના એંધાણ મળી રહ્યા છે. દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને 𝗕.𝗧.𝗣 ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આજે મહેશ છોટુભાઈ વસાવાએ તેમની ટીમની સાથે સુરત ખાતે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોમાં સંમેલન કરીને તેઓ પણ ભાજપમાં જોડાશે.
ADVERTISEMENT