BSF ને જખૌ કાંઠેથી શંકાસ્પદ નાર્કોટિક્સનું પેકેટ મળી આવ્યું, તપાસ શરૂ

કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યના સરહદી દરિયાઈ વિસ્તાર પર નશીલા પ્રદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ફરી એક વાર જખૌ કિનારેથી નશીલો પ્રદાર્થ મળી આવતા તંત્ર…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યના સરહદી દરિયાઈ વિસ્તાર પર નશીલા પ્રદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ફરી એક વાર જખૌ કિનારેથી નશીલો પ્રદાર્થ મળી આવતા તંત્ર દોડતું થયું છે.
રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાને ડ્રગ અને હથિયારો સહિતના સ્મગલિંગના માફિયાઓ સિલ્ક રૂટ સમજી રહ્યા છે. જોકે પોલીસ, બીએસએફ સહિત ઘણી એજન્સીઓ તેમના આ ઈરાદાઓ પર પાણી ફેરવી રહ્યા છે. આ દરમિયાન ફરી એક વખત આ દરિયાકાંઠેથી નશીલા પ્રદાર્થનું એક પેકેટ મળી આવ્યું છે.

18 એપ્રિલ 2023ની મોડી રાત્રે, BSF ની એક વિશેષ સર્ચ ટીમે કચ્છના જખૌ કિનારેથી લગભગ 10 કિલોમીટર દૂર નિર્જન ટાપુમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોનું 01 પેકેટ ઝડપ્યું. જપ્ત કરાયેલા પેકેટ નું વજન લગભગ 01 કિલો છે. જેનો રંગ સફેદ અને સ્ફટિકીય છે. તેને પ્લાસ્ટિકની થેલીમાં પૉલિથિનના 4-5 સ્તરોમાં લપેટીને અને પ્લાસ્ટિકના બૉક્સમાં કાપડમાં પેક કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: યુવરાજસિંહને ફરી એક વાર સમન્સ મોકલાયું, 21 એપ્રિલે રહેવું પડશે હાજર

 તપાસ શરૂ
ડ્રગ્સ ક્યાં પ્રકારનો છે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે જખૌ કિનારા પરથી ચરસના પેકેટ મળ્યા બાદ, BSFએ જખૌ દરિયાઈ વિસ્તારની આસપાસના તમામ ટાપુઓ માં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગત સપ્તાહ દરમિયાન જખૌ તટથી 5 કિલોમીટર દુર લૂના બેટ પાસેથી 10 પેકેટ ચરસ મળી આવ્યું છે. બીએસએફએ તમામ જથ્થો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરીહતી ત્યારે ફરી એક વખત બિનવરસી પેકેટ ઝડપાયું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp