સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતમાં પબ્લીક ટ્રાન્સપોર્ટની કેવી હાલત છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. સુરતમાં હાલમાં જ વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા બીઆરટીએસ બસીસમાં પડી રહેલી હાલાકીઓને લઈને નારાજગી વ્યક્ત કરતા રીતસરનો ચક્કાજામ કરી મુક્યો હતો. આ મામલાને લઈને એવો ઉહાપોહ થયો હતો કે ખુદ મેયરે સ્થળ પર આવીને સમજાવટ કરવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
BRTSમાં લોકોને ઘેટા બકરાની જેમ કરવી પડતી મુસાફરી
સુરત મહાનગપાલિકા દ્વારા સુરત શહેરમાં ચાલતી બીઆરટીએસ બસીસમાં કૈપીસિટી કરતા વધારે લોકો મુસાફરી કરે છે. બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા લોકોના વીડિયો પણ વાયરલ થતાં રહે છે. બીઆરટીએસ બસનો ઉપયોગ સ્કૂલ કોલેજ જતા સ્ટુડન્ટ પણ કરતા હોય છે. જેમાં સ્ટુડન્ટને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મુદ્દાને લઈને સુરત એબીવીપી દ્વારા શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં ભેગા થઈ બીઆરટીએસ બસો સામે ચક્કા જામ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ સંસદમાં આપી ફ્લાઈંગ કિસ, ભાજપની મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ
મેયર-કમિશનરને આવેદન આપ્યું હતું પણ…: ABVP સુરત, મંત્રી, મનોજ જૈન
સુરત શહેર એબીવીપીના મંત્રી મનોજ જૈને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી એમની પાસે ફરિયાદો આવી રહી હતી કે, વિદ્યાર્થીઓને ઘણી બધી તકલીફ પડી રહી છે, બસીસ ઓવર લોડ હોય છે, મહિલાઓની સીટો ઉપર અસામાજિક તત્વો બેસી જાય છે. છેડતીની ઘટના બને છે. કેટલાક વિદ્યાર્થી ચાલુ બસમાંથી પડી જાય છે. આ સમસ્યાઓને લઈને ૨૪ જુલાઈના રોજ મેયર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું હતુ અને સમસ્યાનું નિવારણ લાવવા માટે માંગ કરી હતી. પણ સમાધાન થયું ના હતું એટલા માટે આજે બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT