Heeraben Modi Passed Away : પીએમ મોદીના માતા હીરાબાનું યુ.એન મહેતા હોસ્પિટલમાં વહેલી સવારે અવસાન થયું હતું. હીરા બા 100 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. નરેન્દ્ર મોદી પોતે પહેલીવાર સવારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. માતાના અંતિમ સંસ્કાર માટે વડાપ્રધાન મોદી સવારે 07.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
ADVERTISEMENT
અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ અનુસાર પહોંચ્યા CM પટેલ
અમદાવાદ એરપોર્ટ પર મોદીનું રિસિવ કરવા માટે પ્રોટોકોલ અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર ઉતરીને પીએમ સીધા જ કારમાં બેસીને પોતાના ભાઇ પંકજ મોદીના ઘરે જવા રવાના થયા હતા. હીરા બાનો પાર્થિવ દેહ પણ ત્યાં જ રખાયો હતો.
જો કે તેઓએ પ્રોટોકોલ તોડીને સીએમને ગાડીમાં પોતાની સાથે બેસાડ્યા હતા
જો કે પીએમ મોદીએ ઉતરતાની સાથે જ ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરતા ગાડી સુધી પહોંચ્યા હતા. ત્યાર બાદ પ્રોટોકોલ અનુસાર તેઓએ ગાડીમાં એકલા જવાનું હતું. જો કે પીએમ મોદીએ ભુપેન્દ્ર પટેલને પણ પોતાની સાથે લઇ લીધા હતા. પીએમની ગાડીમાં જ બેસીને જ સીએમ પણ પંકજભાઇ મોદીના ઘરે પહોંચ્યા હતા.
ADVERTISEMENT