તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ, હવે 30મી એપ્રિલે નહીં આ તારીખે યોજાશે પરીક્ષા, સરકારે નવો નિયમ પણ લાગુ કર્યો

ગાંધીનગર: આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની ભરતી પરીક્ષાની તારીખમાં હવે ફેરફાર કરાવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મંત્રી ઋષિકેશ…

gujarattak
follow google news

ગાંધીનગર: આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની ભરતી પરીક્ષાની તારીખમાં હવે ફેરફાર કરાવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી હતી અને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની જાણકારી આપી હતી. ખાસ વાત છે કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા તેની તારીખ પાછળ ખસેડવી પડી છે.

ઉમેદવારો માટે નવો નિયમ લાગુ કરાયો
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવાનું રહેશે. જે ઉમેદવારો કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકાર દ્વારા આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારને હજુ નથી મળ્યા પરીક્ષા લેવા માટે કેન્દ્રો
નોંધનીય છે કે, અગાઉ હસમુખ પટેલ દ્વારા તલાટીની પરીક્ષા અંગે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે પરીક્ષા યોજવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તલાટીની પરીક્ષા માટે 5700 કેન્દ્રોની જરૂરિયાત છે. જેની સામે પરીક્ષા માટે હાલ 3022 પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થયા છે. પરીક્ષા માટે પર્યાપ્ત કેન્દ્રો ઉપલબ્ધ થાય તેવો અમારો પ્રયત્ન રહેશે.’ એવામાં સરકારને હજુ પણ પૂરતા કેન્દ્રો ન મળતા આખરે તારીખ પાછળ ખસેડવામાં આવી છે.

 

    follow whatsapp