BREAKING: મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસના 5થી વધુ સેલ છોડ્યા

Mehsana News: અયોધ્યામાં આવતીકાલે 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. જેને લઈને ગુજરાતભરમાં ઠેર-ઠેર ભગવાન રામની શોભાયાત્રાઓ પણ નીકળી…

gujarattak
follow google news

Mehsana News: અયોધ્યામાં આવતીકાલે 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. જેને લઈને ગુજરાતભરમાં ઠેર-ઠેર ભગવાન રામની શોભાયાત્રાઓ પણ નીકળી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં આજે રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. શોભાયાત્રામાં પથ્થરમારાને પગલે પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો અને પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયરગેસના 5થી વધુ સેલ છોડતા ભાગદોડ મચી હતી. હાલમાં પથ્થરમારાની આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની જાણકારી મળી નથી.

પથ્થરમારાના કારણે પોલીસનો કાફલો ઉતારાયો

વિગતો મુજબ, ખેરાલુના હાટડીયામાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો. શહેરના બેલીમવાસમાં બનેલી આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લાનો પોલીસનો કાફલો સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો હતો. વિગતો મુજબ, શોભાયાત્રામાં DJ વગાડવા મુદ્દે મામલો બિચક્યો હતો. જે બાદ પથ્થરમારો શરૂ થયો હતો.

પોલીસે 5થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા

ઘટનાને કારણે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના 5થી વધુ સેલ છોડવા પડ્યા હતા. જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી. હાલમાં સમગ્ર જિલ્લામાંથી પોલીસનો કાફલો સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે.

(ઈનપુટ: કામિની આચાર્ય, મહેસાણા)

    follow whatsapp