Breaking: આણંદમાં બાળક ઝટકા મશીનની ઝપેટે આવી જતા બાળકનું મોત

આણંદઃ આણંદમાં ઝટકા મશીનની ઝપેટે આવી જતા એક 12 વર્ષના બાળકનું મોત થયું છે. બાળક ખેતરમાં બોર ખાવા માટે ગયું હતું ત્યારે આ ઘટના બની…

gujarattak
follow google news

આણંદઃ આણંદમાં ઝટકા મશીનની ઝપેટે આવી જતા એક 12 વર્ષના બાળકનું મોત થયું છે. બાળક ખેતરમાં બોર ખાવા માટે ગયું હતું ત્યારે આ ઘટના બની હતી. બનાવને પગલે બાળકને કરંટ લાગતા તેનું મોત થયું હતું. પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે.

અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, 20 હજાર કરોડનો FPO રદ્દ કર્યો, રોકાણકારોને પૈસા પરત કરશે

કેળના ખેતરમાં મુકાયું હતું ઝટકા મશીન
ખેતરમાં પાકને નુકસાન પહોંચાડવા આવી ચઢતા પશુઓને રોકવા માટે હાલમાં ખેતરમાં ખેડૂતો ખુલ્લા ઈલેક્ટ્રીક તાર નાખી દેતા હોય છે. ઝટકા મશીનનો તેના માટે ઉપયોગ થતો હોય છે. જોકે ઘણી વખત આ વિખેરાયેલા તાર માણસ માટે પણ જોખમી બની જતા હોય છે અને તેમાં તેમનો જીવ પણ જતો રહે છે. આણંદમાં હાલમાં આવો જ એક બનાવ બન્યો છે. બોરસદના કિંખલોડ ગામમાં એક 12 વર્ષનું બાળક ખેતરમાં બોર ખાવા ગયું હતું. દરમિયાન ખેતરમાં જટકા મશીન મુકવામાં આવ્યું હતું. કેળાના ખેતરમાં અહીં 24 વોલ્ટનું મશીન મુકવામાં આવ્યું હતું. જેની ઝપેટે આ બાળક આવી ગયું હતું. જેના કારણે બાળકનું ત્યાં જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા આંકલાવ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

હાથીઓને વીજ કરંટથી બચાવવાના પગલાં અંગે સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ

(ઈનપુટઃ હેતાલી શાહ, નડિયાદ)

    follow whatsapp