Gandhinagar news: આજે ચૂંટણી પંચના આદેશના પગલે IAS એ કે રાકેશને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણુંક કરાઈ છે. એ. કે. રાકેશ 1989ની બેચના અધિકારી છે જે કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતાં. ચૂંટણી પંચના દેશના પગલે રાજ્ય સરકારે IAS પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો આજે પરત મેળવ્યો હતો.
ADVERTISEMENT
ચૂંટણી પંચે 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાના આદેશ આપ્યા
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાના આદેશ આપ્યા હતો. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા હતા. તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ કર્યો હતો. આ સાથે પશ્ચિમ બંગાળના DGP ને પણ હટાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
પંકજ જોશી કોણ છે?
હાલ ગુજરાતના ગૃહ સચિવ તરીકે પંકજ જોશી ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી વર્ષ 1989 બેચના IAS ઑફિસર છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત છબી ઘરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
Big News: ચૂંટણી પહેલા EC એક્શનમાં! UP-ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ
લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચની કડક કાર્યવાહી
ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT