Another Gujarat MLA resigns: લોકસભાની ચૂંટણી નજીક છે એવામાં ગુજરાતની રાજનીતિમાં સૌથી મોરો રાજકીય ભૂકંપ સર્જાયો છે. સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડોદરાના સાવલી બેઠકથી તેઓ ધારાસભ્ય હતા.
ADVERTISEMENT
કેતન ઈનામદારે આપ્યું રાજીનામું
વિધાનસભાના અધ્યક્ષને ઈમેઈલ કરીને કેતન ઈનામદારે મોડી રાતે જ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. કેતન ઈનામદારે પોતાના ત્રણ લાઈનના પત્રમાં લખ્યું હતું કે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.
કેતન ઈમાનદારે ત્રણ લાઇનનો પત્ર લખી મોડી રાતે કર્યો
તેમણે મોડી રાતે વિધાનસભાના અધ્યક્ષને ઈમેઈલ કરીને રાજીનામું આપી દીધું છે. કેતન ઈમાનદારે ત્રણ લાઇનનો પત્ર લખતા કહ્યું કે, હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર મનના અવાજને ધ્યાનમાં રાખી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી. તેમણે મોડી રાત્રે 1.35 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલ કર્યો હતો. પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઈનામદાર પ્રથમ ધારાસભ્ય છે. કેતન ઇનામદાર 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર તેઓ ધારાસભ્ય બન્યા હતા. હવે પ્રશ્નએ છે કે શું અધ્યક્ષ રાજીનામું સ્વીકારશે કે નહીં?
કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો
આ અગાઉ ગઇકાલે રાતે કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગ્યો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે જે ઉમેદવારની જાહેરાત કરી હતી તેને ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું હતું.
ADVERTISEMENT