BREAKING: ભિલોડામાં BJPના ધારાસભ્યના ઘરે તસ્કરો ત્રાટક્યા, પત્નીને બંધક બનાવી રોકડ-દાગીનાની લૂંટ

Aravalli News: ગુજરાતમાં વધી રહેલા તસ્કરોના ત્રાસથી હવે ધારાસભ્યનું ઘર પણ સુરક્ષિત રહ્યું નથી. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના નિવાસસ્થાને તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની…

gujarattak
follow google news

Aravalli News: ગુજરાતમાં વધી રહેલા તસ્કરોના ત્રાસથી હવે ધારાસભ્યનું ઘર પણ સુરક્ષિત રહ્યું નથી. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના નિવાસસ્થાને તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. અડધી રાત્રે ઘરમાં ઘુસેલા બે તસ્કરોએ ધારાસભ્યના પત્નીને બંધક બનાવીને રોકડ રકમ અને દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી હાલમાં MLA પી.સી બરંડા ગાંધીનગર હતા. સમગ્ર મામલે SP સહિત પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે.

ધારાસભ્યની પત્નીને બંધ બનાવી લૂંટ ચલાવી

પૂર્વ IPS અધિકારી અને હાલમાં ભિલોડાથી ભાજપના ધારાસભ્ય પી.સી બરંડાના મેઘરજના વાકાટીંબા ગામમાં આવેલા ઘરે લૂંટની ઘટના બની છે. ધારાસભ્ય ચોમાસું સત્રમાં ભાગ લેવા માટે ગાંધીનગરમાં હતા, એવામાં ઘરે એકલા તેમના પત્નીને બે લૂંટારીઓએ બંધક બનાવી લીધા હતા અને ચોરી કરી હતી. જો કે, ભાજપના ધારાસભ્યની પત્નીને ઘટનામાં કોઈ ઇજા થઇ નથી. એમના બંગલામાંથી સોનુ, ચાંદી જેવા દાગીના અને રોકડ રકમની મુખ્યત્વે લૂંટ થયાની માહિતી સામે આવી છે.

પોલીસે બં શંકાસ્પદોને ઝડપ્યા

આ અંગે માહિતી આપતા અરવલ્લીના SP શેફાલી બરવાલે જણાવ્યું કે, રાત્રે ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના ઘરે લૂંટની ઘટના બની હતી. આ જાણકારી મળતા જ શામળાજીના PSI, LCB સહિતની ટીમ પહોંચી ગઈ છે. એક-બે શંકાસ્પદ ઝડપાયા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્ય રૂપે દાગીના અને રોકડની ચોરી થઈ છે. કેટલાની મત્તા ચોરાઈ છે તે હજુ તપાસ બાદ જાણવા મળશે.

(હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp