Road Accident: ધ્રાંગધ્રા મોરબી હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

મોરબી-સંતરામપુર-ઝાલોદ રુટની એસટી બસને નડ્યો અકસ્માત હળવદના કોયબા ગામ નજીક ટ્રક અને બસ વચ્ચે ભયંકર અકસ્માત 16 જેટલા પેસેન્જર ભરેલી એસટી બસ પલ્ટી જતા 10…

ST Bus Accident

ST Bus Accident

follow google news
  • મોરબી-સંતરામપુર-ઝાલોદ રુટની એસટી બસને નડ્યો અકસ્માત
  • હળવદના કોયબા ગામ નજીક ટ્રક અને બસ વચ્ચે ભયંકર અકસ્માત
  • 16 જેટલા પેસેન્જર ભરેલી એસટી બસ પલ્ટી જતા 10 મુસાફરો ઇજાગ્રસ્ત

ST Bus Accident: રાજ્યમાં માર્ગ અકસ્માતનો કિસ્સો યથવાત છે. આજે મોરબી-સંતરામપુર-ઝાલોદ રુટની એસટી બસને ભયંકર અકસ્માત નડ્યો હતો. હળવદના કોયબા ગામના પાટીયા નજીક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં બસ પલ્ટી મારી ગઇ હતી. 16 જેટલા પેસેન્જર ભરેલી એસટી બસ પલ્ટી જતા 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઈ છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

મળતી માહિતી અનુસાર, કોયબા ગામના પાટિયા નજીક એસટી બસ પલટી મારી ગઈ હતી. ટ્રક સાથે ટક્કર બાદ એસટી બસ પલટી મારી ગઈ હતી જે બસમાં 16 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બનાવને પગલે હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે.

    follow whatsapp