દીવ: દીવ અને દમણમાં દારુબંધી કરવાની તારીખો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે ગભરાશો નહીં સદંતર દારુબંધી નથી લાદવામાં આવી પરંતુ ખાસ તારીખોમાં દારુ પર પ્રતિબંધ છે. તેથી જો ગુજરાતીઓ હમણા દીવ-દમણના પ્રવાસે જવાના હોવ તો આ તારીખોને ખાસ ધ્યાનમાં રાખજો. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને કારણે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
દીવ દમણ બંને પ્લેસ કે જે ગુજરાતી ટુરિસ્ટ માટે જેટલા રળીયામણા છે તેટલા જ ગુજરાતી પ્યાસીઓના પ્યારા પણ છે. ગુજરાતમાં ખાસ કરીને દારુબંધી હોવાને કારણે આ પ્યાસીઓની ફેવરિટ જગ્યામાંની એક છે. ત્યારે હાલમાં દીવ કલેક્ટર બ્રમ્હાએ આ અંગેની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે આગામી 29મી નવેમ્બરનની સાંજે 5 વાગ્યાથી માંડીને 1 ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી અને તે પછી બીજી વખત 3 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી, ઉપરાંત ત્રીજી વખત 8 ડિસેમ્બરે દિવસભરની દારુબંધી ફરમાવવામાં આવી છે. મતલબ કે ડિસેમ્બર મહિનામાં 1થી 8મી સુધીના દિવસોમાં માત્ર 2 ડિસેમ્બર, 6 ડિસેમ્બર અને 7 ડિસેમ્બર એમ ત્રણ જ દિવસ દારુ મળશે.
(Urvish Patel)
ADVERTISEMENT