અમદાવાદ: છેલ્લા થોડા સમયથી આપઘાતના બનાવો સતત બની રહ્યા છે. થોડી થોડી વાતમાં મોટું પગલું ભરી લેતા લોકો સામે અજીબ કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના કોસમડી ગામમાં રહેતા 24 વર્ષીય યુવક પુષ્પરાજ પ્રજાપતિને બે માસ પહેલા મધ્યપ્રદેશની યુવતી સાથે આંખ મળી ગઈ હતી અને બંને સાથે રહેવા લાગ્યા હતા. અચાનક બંને આપઘાત કરવા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવા પહોંચ્યા. યુવકે મોતની છલાંગ લગાવી પરતું યુવતી ના કુદી. 12 કલાકથી યુવકની શોધખોળ શરૂ છે છતાં યુવકનો પત્તો લાગ્યો ન હતો.
ADVERTISEMENT
અંકલેશ્વરના કોસમડી ગમે રહેતા પુષ્પરાજને બે મહિના પહેલાં જ મધ્યપ્રદેશની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. પોરેમી સાથે રહેવા યુવતી તેનાં માતા-પિતાને છોડીને કોસમડી ગામમાં તેની સહમતીથી રહેવા આવી ગઈ હતી. જોકે બંને કોઈ ઘટના ઘટી અને પ્રેમી પંખીડા અણગમ્ય કારણસર ગતરાત્રિના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવા પહોંચ્યાં હતાં. આ સમય દરમિયાન પ્રેમી પુષ્પરાજે તેની પ્રેમિકાની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી દીધી અને પ્રેમિકા જોતી રહી ગઈ. પ્રેમીને નર્મદામાં ગરકાવ થતાં જોઈને ગભરાઈ ગયેલી યુવતીએ જોર જોરથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગી.
યુવકનો પત્તો ન લાગ્યો
યુવતીની બૂમો સાંભળી લોકો એકત્રિત થયા અને ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને બોલાવી યુવકને શોધવાની કવાયાત હાથ ધરી હતી. 12 કલાક શોધખોળ બાદ પણ યુવકનો પત્તો લાગ્યો ન હતો. આ તરફ યુવતીને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યૂસાઇડ પોઈન્ટ
નર્મદા મૈયા બ્રિજ જાણે સ્યૂસાઇડ પોઈન્ટ બની ચૂક્યો હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. જોકે નર્મદા નદીમાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આ યુવતી વહેતા પાણીમાં તણાવા લાગી હતી અને ત્યાં હાજર નાવિકોએ તાત્કાલિક તેને તણાતી બચાવી હતી. જ્યારે અન્ય એક ઘટનામાં ઝગડિયા તાલુકાના 55 વર્ષીય વ્યક્તિએ આ બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું અને તેનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT