મહેમદાવાદમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, પોલીસ પાછળ પડતા બુટલેગરે બાઈક અને કારને અડફેટે લીધા

હેતાલી શાહ/ખેડા: મહેમદાવાદના હલધરવાસ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી અને કાર ચાલક પોલીસથી બચવા ફુલ સ્પીડમાં કાર…

gujarattak
follow google news

હેતાલી શાહ/ખેડા: મહેમદાવાદના હલધરવાસ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી અને કાર ચાલક પોલીસથી બચવા ફુલ સ્પીડમાં કાર ચલાવતો હતો. દરમ્યાન બાઈક અને કારને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં પોલીએ દારૂ ભરેલી SUV કારની તલાશી લેતા કારમાંથી એક લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો, પણ અન્ય એક ઈસમ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો.

ખેડા જીલ્લામાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધી રહી છે. પોલીસ આવા તત્વોને ઝડપી પાડે છે. છતાંય બુટલેગરો બેખોફ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. દરમ્યાન શુક્રવારે રાત્રે ખેડા એલસીબી પોલીસની ટીમ બાતમીના આધારે એક એસયુવીની તપાસમાં પેટ્રોલિંગમાં હતી. બાતમી વાળી એસયુવી કાર આવતા પોલીસે કારનો પીછો કર્યો હતો. દરમ્યાન એસયુવી ચાલકે પોતાની કાર ફુલ સ્પીડમાં હંકારી હતી. એ સમયે રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

નંબર વગરની મહેન્દ્રા XUV કાર પુરઝડપે જઈ રહી હતી. દરમ્યાન ગાડીનું આગળનું ટાયર ફાટી જતા ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવતા સામેથી આવતી એક કાર અને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી ગાડીમાં બે ડોક્ટર હતા કે જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ગાડીનું ટાયર ફાટી જતા અકસ્માત થયા બાદ ગાડીમાં બેઠેલા ચાલક સિવાયનો અન્ય વ્યક્તિ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારની તપાસ કરતા કારમાં કુલ 1056 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 1 લાખથી પણ વધારે થાય છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તથા કાર મળી કુલ રૂપિયા 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને ઝડપી પાડ્યો છે. કાર ચાલક અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો કમલેશ ઉર્ફે બંટી ઠાકોર છે. પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, કઠલાલના કાકરખાડનો દિલીપસિંહ ઉર્ફૈ મોટો ભયો ઘેલસિંહ ડાભી, અજયભાઇ ઉર્ફે અજીયાએ દારૂ ભરી આપી પોતાના ઘરે મોકલ્યો હતો. તો દારૂની કટીંગ કરવા જગ્યા આપનાર કઠલાલના વિજયભાઇ વખતસિંહ ડાભી અને કારમાંથી નાસી ગયેલ મહેમદાવાદનો પ્રવિણભાઇ ગોતાભાઇ ચૌહાણ હોવાની કબૂલાત કરી હતી. જેને લઈ પોલીસે ફરાર તમામ ઈસમો સામે ગૂનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

    follow whatsapp