હેતાલી શાહ, આણંદ: રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે પોલીસ એક્શનમોડ પર આવી છે. બુટલેગરોની અજીબ અજીબ તરકીબો સામે પોલીસ દારૂ ઝડપી રહી છે. ત્યારે દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો આપતા આવતા હોય છે, અન પોલીસનો ખોફ ન હોય તે રીતે દારૂની હેરાફેરીની ઘટનાને અંજામ આપતા હોય છે. જેની સામે એક્શન લેવા પોલીસ પણ એડીચોટીનુ જોર લગાવી રહી છે. આણંદ પોલીસે ઈકો ગાડીના બોનેટ માં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે વિદેશી દારૂની 418 બોટલ જપ્ત કરી
ADVERTISEMENT
એક તરફ રાજ્યમાં અનેક વખત દારૂબંધીના લીરે લીરા ઊડી ચૂક્યા છે. ત્યારે હવે પોલીસ એક્શન મોડ પર જોવા મળી છે. બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. આણંદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીના આધારે છગનપુરા ટેકરા પાસે આરોપી સંજય ગોહેલના ઘર બાજુ થી સફેદ કલરની ઇકો ગાડીમાં બોનેટની અંદર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની 418 બોટલ જપ્ત કરી છે. ત્રણ આરોપીને ઝડપી પાડયા છે.
આવી ચોરી ક્યારે નહીં જોઈ હોય, સુરતમાં ચોર આખો પાનનો ગલ્લો જ ઉઠાવી ગયા
પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલિસે સંજય ગોહેલ, દાહોદના ગરબાડાનો મહેશ દેહરા અને અજય દેહરાને ઝડપી જે કારમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી તે કાર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3,51,800 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક સપ્તાહ પહેલા ટ્રકમાંથી ઝડપ્યો હતો 23,98,800 નો વિદેશી દારૂનો જથ્થો
ગત સપ્તાહ દરમિયાન ખેડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખેડા જિલ્લાના ગોબલજ ગામ પાસેથી પસાર થતા હાઇવે નંબર 48 પર વડોદરા તરફથી આવતી વાઈટ કલરની કન્ટેનર એનએલ 01 Q 1483 ને તપાસ માટે અટકાવવા પોલીસ ધ્વારા પ્રયાસ કરાયો હતો, જોકે કન્ટેનર ચાલકે કન્ટેનર દૂર ઉભુ રાખી ભાગીને પાછળ પાઈલોટીંગ કરવા આવતી કાર મા બેસી ફરાર થઈ ગયો. દરમ્યાન પોલીસ કારનો પીછો કરવા લાગી હતી. ત્યારે બીજી તરફ કન્ટેનરમાથી ક્લીનર ઉતરી ને ખેતર તરફ ભાગવા લાગ્યો. જોકે સ્થળ પર હાજર પોલીસે ક્લીનરને જોઈ લેતા તેને ઝડપી લીધો હતો. ક્લીનરને સાથે રાખીને પોલીસે કન્ટેનરની તલાસી હાથ ધરી હતી. કન્ટેનર ફોર અને ટુ-વ્હીલર મુકવા માટેનું હતું. જે બે ભાગમાં વહેંચાયેલું હતું. એટલું જ નહીં ડ્રાઇવરની પાછળના ભાગે 12 ફૂટ પહોળું અને 12 ફૂટ ઊંડું પતરા નું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ખાનું ચકાસતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂની નાની મોટી પેટીઓ મળી કુલ 23,98,800 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT