કૌશિક જોશી,વલસાડ: સરકાર એક તરફ કહી રહી છે કે ગુજરાતમાં દારૂ બાંધી છે અને સખત પેન અમલિકારરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકારની પોલ ખોલતી ઘટના વલસાડથી સામે આવી છે. બુટલેગરે 19 ગાયને હડફેટે લીધી છે જેમાંથી 11 ગાયના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે.
ADVERTISEMENT
વલસાડના બુટેલગરો હવે બેફામ બન્યા છે. કોસ્ટલ હાઇવે પર જઈ રહેલા બુટલેગરોએ ગઈ કાલે મોડીરાત્રે રસ્તા પર બેસેલ 19 ગાયોને અડફેટે લીધી હતી. જેમાંથી 11 ગાયોના ઘટના સ્થળે જ મોત થયા છે. બીજી તરફ વલસાડ પોલીસ દ્વારા બુટલેગરને ઝડપી પાડી ગૌ વંશના હત્યાનો અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડના ડુંગરી ગામ ખાતે ડુંગરી – માલવણ કોસ્ટલ હાઇવે પર ડુંગરી પોલીસ દ્વારા ચેકીંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન સેલવાસથી એક કાર નં. (GJ-16-BN-7334) પુરપાટ ઝડપે આવી હતી જેને પોલીસ દ્વારા ઉભી રાખવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ચાલક દ્વારા પુરપાટ ઝડપે નસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા આ કારનો પીછો ફિલ્મીઢબે કરવામાં આવ્યો હતો. ત્યારે દારૂ ભરેલી કારના ચાલકે વધુ સ્પીડથી કારને કોસ્ટલ હાઈને ઉપર બીલીમોરા તરફ ભાગવી હતી.
કાર ચાલકે રસ્તા પર બેસસેલા 19 ગૌવંશના ઝૂંડને હડફેટે લીધા હતા. કાર ચાલકે પૂરપાટે આવી ગૌવંશ પર કાર ચઢાવી દીધી હતી. જેમાંથી 11 ગૌવંશના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસ દ્વારા ઘાયલ ગૌવંશને અગ્નિવીર ગૌ રક્ષકની ટીમની મદદ લઈને સારવાર માટે ખસેડ્યા હતા. દારૂ ભરેલી કારનો ચાલક પોલીસથી ભાગી ગૌવંશને અડફેટે લીધા બાદ અંધારામાં સંતાઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસે ક્લીનરને અને દારૂના જથ્થાને ઝડપી પાડ્યા હતા જો કે સમગ્ર મામલે અંધારાનો લાભ લઇ કાર ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપસામાં સામે આવ્યું છે કે કાર ચાલકનું નામ ભાવેશ કાળીદાસ પટેલ છે. જ્યારે કારમાં સવાર અન્ય ઈસમ દિવ્યેશ છીબુ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર પાર્થ સુભાષ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ડુંગરી પોલીસ દ્વારા કારમાંથી 1937 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 1.91 લાખ અને કાર મળી કુલ 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જો કે સમગ્ર ઘટના માં 11 ગૌવંશના મૃત્યુ નિપજતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જ્યારે બીજી તરફ સરકારની દારૂબંધીની પોલ છતી થઈ છે.
ADVERTISEMENT