Jamnagar News: બોલિવૂડમાં ઘાયલ અને દામિની જેવી ફિલ્મોના ડિરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટ દ્વારા ચેક બાઉન્સના એક કેસમાં સજા ફટકારવામાં આવી છે. મિત્ર પાસેથી લીધેલા 1 કરોડ રૂપિયા પેટે આપેલા 10 લાખના દસ ચેક આપેલા હતા, જે બેંકમાં બેલેન્સ ન હોવાને કારણે રિટર્ન થયા હતા. આ મામલે જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને ચેક રિટર્નના ડબલ પૈસા જમા કરવા માટે આદેશ કર્યો છે.
ADVERTISEMENT
જામનગરના ઉદ્યોગપતિ પાસેથી 1 કરોડ લીધા હતા
વિગતો મુજબ, બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ સાથે મિત્રતા હતી. જે તે સમયે રાજકુમાર સંતોષીએ પૈસાની જરૂર હોવાથી અશોકલાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. આ માટે તેમણે રૂ.10 લાખના 10 ચેક અશોકલાલને આપ્યા હતા. જોકે નિયમ સમયમર્યાદામાં ફરિયાદીએ ચેક બેંકમાં જમા કરતા ખાતામાં પૈસા ન હોવાથી તે બાઉન્સ થયા હતા. આથી ફરિયાદીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી બદલ વકીલ મારફતે નોટિસ ફટકારી હતી.
કોર્ટે 2 વર્ષ જેલની સજા કરી
જામનગરની નામદાર કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે ચુકાદો આપતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ 1 કરોડની સામે 2 કરોડ રૂપિયા જમા કરવા માટે આદેશ કર્યો છે.
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT