ગુજરાતના કબુતરબાજી કૌભાંડમાં SMCને મળી સફળતાઃ બોબી પટેલનો સાગરિત દિલ્હીથી ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતના ચકચારી અને સૌથી મોટા કબુતર બાજીના કૌભાંડની તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ને આ કેસમાં વધુ એક મોટી સફળતા હાથ લાગી છે.…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતના ચકચારી અને સૌથી મોટા કબુતર બાજીના કૌભાંડની તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ને આ કેસમાં વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. SMCએ બોબી પટેલના સાગરિતને દિલ્હીથી પકડી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાલમાં જ SMCએ બોબી પટેલના ભાગીદાર અને આ કેસમાં આરોપી એવા કલ્પેશ પટેલને અડાલજ પાસેથી પકડી પાડ્યો હતો. અલ્પેશ બોબીને ગ્રાહક શોધી આપવાનું કામ કરતો હતો. બનાવટી પાસપોર્ટ અને ડોક્યૂમેન્ટ્સના આધારે લોકોને અમેરિકા મોકલતા હતા. આ કૌભાંડ સામે આવ્યું પછી ઘણા નામો એક પછી એક ખુલવા લાગ્યા હતા ત્યારે હાલમાં SMCએ આ ગુનામાં ભાગતા ફરતા ગુરમીતસિંઘ ઓબરોયની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે.

ભારત અને અન્ય દેશોની સરકારને છેતરતા
SMC દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી કે પોતાનો આર્થિક લાભ મેળવવા એકબીજા સાથે મળીને ગુનાહીત કાવતરું રચી અમેરિકા જવા માગતા વ્યક્તિઓનો સંપર્ક કરી અને કરાવડાવીને તેવા વ્યક્તિઓને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે ખોડા પાસપોર્ટ અને દસ્તાવેજોથી અલગ અલગ દેશના વિઝા મેળવવા માટે કામ કરતા હતા. તેઓ આવા ડોક્યુમેન્ટ્સનો ખરા તરીકે ઉપયોગ કરીને ભારત અને અન્ય દેશોની સરકારો સાથે છેતરપીંડી કરતા હતા. આ આધારે અલગ અલગ દેશોના વિઝા મેળવી મુસાફરોને ખોટી ઓળખ ધારણ કરાવડાવી ગેરકાયદે અમેરિકા મોકલવાની કબુતરબાજીની પ્રવૃત્તિમાં આ શખ્સ સંડોવાયેલો હતો.

19થી 21 જુલાઈમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા

કુલ 5 આરોપીઓ ઝડપાયા
આ કેસના મુખ્ય આરોપી તરીકે ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે સંકળાયેલા દિલ્હીના એજન્ટોની તપાસ માટે SMCની ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી. જ્યાં આરોપી બોબીના સાથે ગેરકાયદે અમેરિકા જતા માણસોને યુરોપના વિઝા મેળવી આપવાનું, ગ્રાહકને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી યુરોપના કોઈપણ દેશમાં સરળતાથી ઈમીગ્રેશન કરાવી ત્યાંથી મેક્સીકો અને મેક્સીકોથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. જેમાં અમેરિકાના એજન્ટોને પૈસા ચુકવવા વગેરે કામ સંભાળનાર આ આરોપી ગુરપ્રીતસિંઘ ઉર્ફે ગુરમીત સિંઘ રાજીન્દ્રસિંઘ ઓબરોય (રહે. પશ્ચિમ બિહાર)ને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આ અંગે હવે આરોપીની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ કાંડમાં અત્યાર સુધી કુલ 5 આરોપીઓ પકડાયા છે. જે તમામ હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. જે પૈકીના મુખ્ય આરોપી બોબી પટેલ સામે ચાર્જશીટ કરવામાં આવી છે.

    follow whatsapp