Vadodara Harni Lake Tragedy: વડોદરા બોટ દુર્ઘટનામાં મૃતકઆંક 14 એ પહોંચ્યો, જુઓ મૃતકોના નામની યાદી

Students drowned in Vadodara’s Harani Lake: વડોદરા (Vadodara) શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે (Harni Lake)…

gujarattak
follow google news

Students drowned in Vadodara’s Harani Lake: વડોદરા (Vadodara) શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે (Harni Lake) આવ્યા હતા. જ્યાં બોટ પલટી જતાં એક દુર્ઘટના સર્જાય હતી. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યાં હતા.

મૃતકોમાં કોણ કોણ સામેલ

સકીના શેખ
મુઆવજા શેખ
આયત મન્સૂરી
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
વિશ્વા નિઝામ
જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા
નેન્સી માછી
હેત્વી શાહ
રોશની સૂરવે

મૃતક લેડી ટીચર

છાયા પટેલ
ફાલ્ગુની સુરતી

PMએ સહાયની જાહેરાત કરી

આ ઘટના બાદ પીએમ મોદીએ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકો અને ધાયલો માટે સહાયની જાહેરાત પણ કરી છે.MNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને રૂપિયા 50, હજારની સહાયની પણ જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે પણ મૃતકો માટે સહાયની જાહેરાત કરી

કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય કરશે.

મુખ્યમંત્રીએ વ્યકત કરી સંવેદના

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.

    follow whatsapp