ધનેશ પરમાર, બનાસકાંઠા: એક તરફ રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો સામે લડત લડી રહી છે. ત્યારે બીજી તરફ ફિલ્મ સ્ટોરી જેવી ઘટના ગુજરાતમાં ઘટી છે. યુવતીઓને દેહવિક્રય ધંધામાં લઈ જવા તેના પરિવારને પ્રથમ વ્યાજે પૈસા આપી અને દેવાના ડુંગર હેઠળ લઈ જવામાં આવે છે.જે બાદ પઠાણી ઉઘરાણી અને તગડું વ્યાજ વસૂલવા ધાકધમકી અપાય છે.ત્યારે આ પ્રકારની ઘટનાને લઈ થરાદ તાલુકાના વાડીયા ગામમાં લોહિયાળ ધીંગાણું થતાં અંદાજિત 40 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડીયા ગામમાં લોહિયાળ ધીંગાણું થતાં અંદાજિત 40 જેટલા લોકોને નાનીમોટી ઈજાઓ થઈ છે.અહી યુવતીઓને દેહવિક્રય ધંધામાં લઈ જવા તેના પરિવારને પ્રથમ વ્યાજે પૈસા આપી દેવાદાર બનાવાય છે.જે બાદ પઠાણી ઉઘરાણી અને તગડું વ્યાજ વસૂલવા ધાકધમકી અપાય છે.અને જો કોઈ પરિવાર તાબેનાં થાય તો તેને માર મારી,તાબે કરાય છે.આવી જ દાદાગીરીના હાલની આ અથડામણ થઈ છે.જેમાં બન્ને પક્ષના લોકો વચ્ચે પથ્થર, લાકડી પાઇપો વડે સામસામે હુમલો થયો છે.જોકે હુમલાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી છે અને ઘાયલોને તુરત સારવાર અર્થે થરાદ ખસેડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
પોલીસમાં ઓળખાણ હોવાથી દાદાગીરી
આજરોજ થયેલ આ સશત્ર હુમલામાં ઘાયલ યુવતી રાનીબેન બચુભાઈ સરાણીયાએ ઘટના અંગે જણાવ્યું કે, અમારા ગામમાં 300 સરાનીયા પરિવારોના ઘર છે જોકે અમારા ગામના માથાભારે ઈસમો ભીખા ભુરા, દેવાભાઈ માલાભાઈ સરાણીયા, દેવાભાઈ બાબુભાઈ,ભૂપત ભુરાભાઈ સરાણીયા, જવાન ભુરા,ભડૂર સોના ઉર્ફે ખોડા આ તમામ લોકો માથાભારે હોઇ તેઓ તેમજ તેમનાં માણસો એ આ હુમલો કર્યો છે.અને મારા લમણે ધોકો મારતાં મારું માથું ફૂટ્યું છે.આ લોકો કોઈને ગાંઠતા નથી,કેમકે તેમની પોલીસમાં અને મોટા માણસો સાથે ઓળખાણ છે.જેથી અવાર નવાર દાદાગીરી કરે છે.અને અમોને દેહવિક્રય ધંધામાં ધકેલવા ધમકીઓ આપી શરણે ન થતાં મારે છે.આ જ નો આ ઝગડો આવી જ અદાવત નો છે.અમારી માંગ છે કે એમને રક્ષણ આપો.
આ પણ વાંચો: રાજકોટના પ્રગતિશીલ ખેડૂત પાસેથી શીખો માટી વગર ખેતી કેમ કરાય.. ? એ પણ ઓછા ખર્ચે
આ ઘટનાને લઈ ઇજાગ્રસ્ત રમેશભાઈ દ્વારા ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વાડિયામાં મુખ્ય ડોન ભીખા ભુરા સરાનિયા છે.જે મોટો ક્રિમીનલ છે.આ વ્યક્તિ પોતાના માણસો દ્વારા પ્રથમ વાડિયાના જરૂરિયાતમંદ લોકોને વ્યાજ આપે છે.અને બાદમાં 10% થી વધુ ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ છે. અને તે બાદ વ્યાજની ઉઘરાણીમાં જે લોકો પૈસા નથી આપતા તેમના પરિવારની દીકરીઓને દેહવિક્રમા ધંધામાં મોકલવામાં આવે છે. જો વિરોધ થાય તો વાડીયામાં આવતો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવે છે. અને ત્યાંથી પસાર થતા લોકોને માર મારવામાં આવે છે. આજે પણ આ જ અદાવત થી અમારા લોકોને માર્યા છે. જેમાં રાણીબેન બચુભાઈ, બાબા ભેરા તથા ભુપત બાવા સહિત અનેક ઘાયલ થયા છે.અમોએ એસપી રૂબરૂના લોક દરબારમાં આ વ્યાજખોરો સામે પગલાં લેવા રજૂઆત પણ કરી હતી. અમોને ન્યાય મળવો જોઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT