Sabarkantha: વરાળ સાથે ગેસ લીકેજ પર પાણીનો છંટકાવ કરતાં થયો બ્લાસ્ટ, ફાયર ઓફિસર ઇજાગ્રસ્ત

હસમુખ પટેલ, સાબરકાંઠા: જિલ્લાના પ્રાંતિજમાં ગઇકાલે જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. જેને લઈ તંત્ર દોડતું થયું છે. ત્યારે આ ઘટના…

gujarattak
follow google news

હસમુખ પટેલ, સાબરકાંઠા: જિલ્લાના પ્રાંતિજમાં ગઇકાલે જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. જેને લઈ તંત્ર દોડતું થયું છે. ત્યારે આ ઘટના હવે ઘાતક સાબિત થઈ રહી છે. જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળવાની ઘટનાને લઈ તંત્ર દ્વારા આ સ્થળ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારે ગેસ પર પાણી જતાં જ અચાનક બ્લાસ્ટ થયો હતો. અને બ્લાસ્ટ થતાંજ ફાયર ઓફિસર ઇજાગ્રસ્ત થયો છે.

ગુજરાતમાં અનેક વખત આકાશમાં એક કતારમાં લાઇટ દેખાવવાની ઘટના અનેક વખત સામે આવી છે. હજુ એ ઘટનાનું રહસ્ય ઉકેલાયું નથી ત્યાં વધુ એક રહસ્યમય ઘટના સામે આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજના નનાનપુરમાં આવી અજીબ ઘરનાનો બનાવ સામે આવ્યો છે. જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળતો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈ ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. ત્યારે આ ઘટનાનો વિડીયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ણા ઘટના જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા ત્યારે ગઈકાલે એક મહિલાના પગ દાજ્યા હતા. આજે હજુ પણ વરાળ સાથે ગેસ નીકળતા તંત્ર દ્વારા પાણીનું ટેન્કર નાખવામાં આવ્યું હતું. જેમાં પાણી નાખતા સામાન્ય બ્લાસ્ટ થી ફાયર ઓફિસર ઘાયલ થયો છે.

તંત્રએ જેસીબી મંગાવ્યું
પ્રાંતિજના નનાનપુરમાં અજીબ ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈને વહીવટી તંત્ર પણ ઘટના સ્તરે પહોંચ્યું છે. જોકે આ ઘટના પાછળનું નક્કર કારણ હજુ સામે નથી આવ્યું. ત્યારે આ ઘટનાને લઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, પ્રાંતિજ આસપાસ ફેક્ટરી વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં કેમિકલ વાળું પાણી જમીનમાં ઉતર્યું હોય જેને પરિણામે જમીનમાંથી ગેસ બહાર આવી રહ્યો છે. ત્યારે બ્લાસ્ટની ઘટનાને લઈને તંત્ર દ્વારા જેસીબી બોલાવવામાં આવ્યું છે.

મહિલા હોસ્પિટલમાં દાખલ
સાબરકાંઠાના પ્રાંતિજના નનાનપુર ગામે ગતરોજ સ્થાનિક મહિલા સુકાયેલા લાકડા લેવા જતા ગંભીર રીતે પગે દાજી ગઈ હતી જેના પગલે નનાનપુર ગામે ભારે ખરભરાટ સર્જાયો હતો તેમજ 108 મારફતે મહિલાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી સાથોસાથ વહીવટી તંત્રને જાણ કરાતા તંત્ર તાત્કાલિક ધોરણે ઘટના સ્તરે પહોંચ્યું હતું જોકે નનનપુર ગામના મહિલાને પગે વધારે દાઝી જતા હિંમતનગર સિવિલમાં સારવારથી ખસેડતા તેમને બંને પગની ચામડી સંપૂર્ણપણે દાઝી જતા તેમને ચામડી બદલવાની સલાહ પણ આપવામાં આવી હતી જો કે અચાનક સર્જાય એટલે આ ઘટનાને પગલે ગરીબ પરિવાર ઉપર ભારે વજ્રઘાત સર્જાયો હતો તેમજ પરિવાર એ પણ આ મામલે પોતાની સ્થિતિ જણાવી સારવારના ખર્ચ સહિત આવી ઘટના ફરી ન બને તેવી માંગ કરી છે

 આજે ફરી વરાળ નીકળી
જોકે તંત્ર એ જમીનમાંથી આવી રહેલી વરાળ સાથેની રાખને કાબુમાં લેવા માટે પાણીના ટેન્કર દ્વારા પાણી છોડ્યું હતું. ત્યારે અચાનક પાણી છોડવા જતા સામાન્ય બ્લાસ્ટ સાથે ધડાકો સર્જાયો હતો. તેમજ અચાનક થયેલા આ બનાવના પગલે ફાયર બ્રિગેડ નો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. આ  સાથોસાથ પર અચાનક બનેલા બનાવના પગલે વહીવટીતંત્રમાં પણ ભારે દોડધામ સર્જાઇ હતી. જોકે એક સાથે ચાર જેટલા ટેન્કર પાણીના લાવી ઘટના સ્થળે છોડી દેવાતા ગતરોજ સમગ્ર ઘટના ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ આજે સવારે ફરીથી વરાળ સાથે રાખ જમીનમાંથી બહાર આવતા ફરીવાર પાણીના ટેન્કર ખાલી કરાયા હતા તેમ જ તંત્રના અન્ય જવાબદાર લોકોને પણ ઘટના સ્થળે બોલાવ્યા હતા.

આ પણ વાંચો: Surat: મુક્તિનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, ચાકુ અને તલવાર વડે સ્થાનિકો પર કર્યો હુમલો

સ્થાનિકોએ કરી આ માંગ
જો કે એક તરફ પાણીના ચાર ટેન્કર ખાલી કરાયા બાદ હજી સુધી ફરી એકવાર જમીનમાંથી સામાન્ય વરાળ સાથે રાખ બહાર આવવાનું યથાવત રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ હવે ટેન્કર સહિત jcb કામે લગાડ્યા બાદ પણ કયા કારણસર આમ થઈ રહ્યું છે તે જાણી શકાયું નથી. જોકે આગામી સમયમાં મામલે પાયારૂપ તપાસ હાથ ધરાય તેવી સ્થાનિકોની માંગ છે. ત્યારે જોવું રહે છે કે આ મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેટલા પગલાં લેવામાં આવે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp