કૌશિક કાંઠેચા, કચ્છ: ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડીનો DRI એ પર્દાફાશ કર્યો છે. આજે બુધવારે અમદાવાદના SVPI એરપોર્ટ પર ભારતમાં 3.22 કિલો બ્લેક કોકેઈન, એક ડિઝાઇનર ડ્રગની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
ADVERTISEMENT
DRI ને બાતમી મળી હતી કે બ્રાઝિલનો નાગરિક, જે સાઉ પાઉલો એરપોર્ટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. તે ભારતમાં કોકેઇનની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાતમીના પગલે બ્રાઝિલનો નાગરિક અમદાવાદ એરપોર્ટ પર પોહચ્યો જ્યાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાવ્યો હતો. આ વ્યક્તિપ્રવાસી વિઝા પર મુસાફરી કરી રહ્યો હતો. તેમની તપાસ કરતાં કોઈ વસ્તુ મળી આવી ન હતી.
જો કે, ડીઆરઆઈ અધિકારીઓએ વધુ ઝીણવપૂર્વક તપાસ કરતા બે બેગના નિચેના વિસ્તાર અને દિવાલોમાં અસામાન્ય રીતે જાડા રબરી સામગ્રી હતી. ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું NDPS એક્ટ 1985 ની જોગવાઈઓ હેઠળ 3.22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. બ્રાઝિલના નાગરિકની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવી હતી.
જાણો શું છે બ્લેક કોકેઇન
“બ્લેક કોકેન” એ એક ડિઝાઇનર ડ્રગ છે. જેમાં કોકેઇનને ચારકોલ અને અન્ય રસાયણો સાથે મિશ્રિત કરવામાં આવે છે. જેથી તે કાળો રબર જેવો દેખાઈ છે. કોકેઈનની દાણચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડી અનોખી છે અને ડીઆરઆઈ દ્વારા “બ્લેક કોકેઈન” જપ્ત કરવાનો આ પ્રથમ કિસ્સો છે.
ADVERTISEMENT