વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર જિલ્લાની વીરપુર તાલુકાની ભવાની-1 શાળામાં ખુબ જ ઝેરી પ્રજાતિનો સાપ ઘૂસી જતા શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વીરપુર તાલુકાની ભવાની-1 શાળામાં ખુબ જ ઝેરી પ્રજાતિનો સાપ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ ઘૂસતા બાળકો અને શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે વાઈલ્ડ લાઈફ ટીમને જાણ કરવામાં આવતા વાઈલ્ડ લાઈફ ટીમ શાળામાં આવી પહોંચી હતી. આ ટીમે સાપનું રેક્સ્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઝેરી સાપને પકડી પડ્યો હતો. સાપ પકડાઇ જતા બાળકો અને શિક્ષકોના જીવમાં જીવ આવ્યો હતો.
ADVERTISEMENT
બાળકો અને શિક્ષકો સાપને જોઈ ભયભીત
મહિસાગર જિલ્લો ચારે તરફ જંગલો અને ડુંગરોથી ઘેરાયેલો છે. જેથી અહીંયા જંગલી પ્રાણીઓ અને જાનવરો અવાર નવાર જોવા મળતા હોય છે ત્યારે હાલ ચોમાસની સીઝન ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં અવાર નવાર રહેણાંક વિસ્તારોમાં અત્યંત ઝેરી પ્રજાતિના સાપ પણ ઘુસી આવતા હોય છે. તેવામાં ફરી એક વાર સ્પેક્ટિકલ કોબ્રા નામનો ખૂબ જ ઝેરી પ્રજાતિનો સાપ એક પ્રાથમિક શાળામાં ઘુસી આવ્યો હતો. સાપ શાળામાં ઘુસી આવતા બાળકો અને શિક્ષકોમાં ડર જોવા મળ્યો હતો.
ચંદ્ર પર કચરાનો ઢગલો: માનવ મળ, કચરાના મોટા મોટા ઢગલા જાણો બીજુ શું મળી આવ્યું
સાપને સુરક્ષિત જગ્યા પર છોડાયો
મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ભવાની- 1 પ્રાથમિક શાળાના એક ઓરડામાં ઝેરી પ્રજાતિનો સ્પેક્ટિકલ કોબ્રા સાપ ઘુસી આવ્યો હતો. જેનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ મહિસાગર દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શાળામાં ઘૂસી ગયેલા સ્પેક્ટિકલ કોબ્રા સાપને હિતેશ પ્રજાપતિ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યા પર છોડી મુકવામાં આવ્યો હતો. ત્યારે આવા ઝેરી સાપનું સફળ રેસ્ક્યુ કરી લેતા શાળાના બાળકો અને શિક્ષકોએ લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા ઋતુની શરૂઆત થાય અને સરીસૃપ અને ઝેરી જીવજંતુઓ આપણા આસપાસના વિસ્તારોમાં નીકળતા હોય છે. ત્યારે જીવદયા પ્રેમી રેસ્ક્યુ ટીમ દ્વારા આ ઝેરી સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવામાં આવે છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ મહિસાગર દ્વારા જિલ્લાના અનેક વિસ્તારોમાંથી આ રીતે ઘાયલ થયેલા, કોઈ જગ્યાએ ફસાયેલ પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે. તેમજ સાપ, જાનવરોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સુરક્ષિત જગ્યા પર છોડી દેવામાં આવે છે. મહિસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણપ્રેમીઓ સરીસૃપ પ્રાણીઓ અને જીવજંતુઓને બચાવવાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે ત્યારે આજે વધુ એક ઝેરી સાપને શાળામાંથી રેસ્ક્યુ કરી લઇ ને બાળકો અને શિક્ષકોને ભય મુક્ત કર્યા હતા.
ADVERTISEMENT