અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિક રંગ જામતો જઇ રહ્યો છે. તેવામાં રાજનીતિ હવે કેટલા નીચા સ્તરે પહોંચી ચુકી છે તે હાલમાં જ બનેલા ઘટનાક્રમ પરથી ખબર પડે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર ઘાતક હુમલો થયો છે. ગુજરાતમાં હવે હિંસક રાજનીતિની શરૂઆત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ક્રાઇમરેટમાં સૌથી અવ્વલ રહેલા સુરતમાં હવે આ હિંસક રાજનીતિની શરૂઆત થઇ ચુકી છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના ગુંડાઓએ અમારા ત્રણ લોકોને ઢોર માર માર્યો
આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ લગાવાઇ રહ્યો છે કે, ભાજપના ગુંડાઓ દ્વારા આપના નેતા પર હુમલો કરવામાં આવ્યો. જો કે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ભાજપ નેતા ઋત્વીજ પટેલે જણાવ્યું કે, આ કોઇ હુમલો નહોતો. સૌથી પહેલા આમ આદમી પાર્ટીના ગુંડાઓ ગડેશ પંડાલમાં ધસી આવ્યા હતા. ભાજપના કાર્યકરો છુટાછવાયા ઉભા હતા. આપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ સામસામે થયેલી માથાકુટમાં એક બીજાને ઇજા પહોંચી છે. ભાજપના 3 કાર્યકરો પણ ગંભીર રીતે ઘાયલ છે. જે હાલ સુરતની પ્રેરણા હોસ્પિટલમાં દાખલ છે. દિનેશ ભાઇ દેસાઇ, કિશન ભાઇ દેસાઇ અને કરસન ભાઇ સાગઠીયા નામના અમારા કાર્યકરો ગંભીર રીતે ઘાયલ છે.
આપનો ભુતકાળ જ આવા ત્રાગા કરવાનો છે
આમ આદમી પાર્ટીનો સ્વભાવ અને ભુતકાળ બંન્ને હિંસક છે. હિંસા કર્યા બાદ આવા ત્રાગા કરીને સિમ્પથિ મેળવવાનો એમનો પ્રયાસ છે. પોતાની હાજરી નોંધાવવા માટે આવા દંભ કર્યા કરે છે. આમ આદમીએ અગાઉ દારૂ પીને આવીને કમલમમાં મહિલાઓની છેડતી કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પૂર્વ ગૃહમંત્રી પર જુતુ ફેંકી ચુક્યાં છે. અન્ના હજારેએ પણ કેજરીવાલ પર વેધક આક્ષેપો કર્યા છે. માત્ર ત્રાગા કરવા માટે આવા પ્રયાસો કરી રહ્યા છે. કાયદો કાયદાનું કામ કરશે. જે જવાબદાર હશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.
ADVERTISEMENT