અમદાવાદ: બુધવારે રાત્રે પીએમ મોદીની હાજરીમાં ભાજપની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાને લઈને ચાર કલાક સુધી મનોમંથન ચાલ્યું હતું. આ દરમિયાન ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા હોવાના અહેવાલો માધ્યમમાં ફરવાલ લાગ્યા હતા. બુધવારે રાત્રે જ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે બુધવારે મોડી રાત સુધી કોઇ યાદી જાહેર કરવામાં આવી નહોતી.
ADVERTISEMENT
ગુરુવાર સવાર સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ન હતી. જોકે, આ દરમિયાન ભાજપે એક નવતર પ્રયોગ કર્યો કે પછી પેપર ફુટી ગયું હોય જે કાંઇ પણ હોય તે પરંતુ ભાજપનું પહેલીવાર પેપર ફુટી ગયું હતું. ભાજપ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખવા માટે પંકાયેલી છે જો કે આ વખતે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ઉમેદવારોને ફોન કરાયા હતા. તેઓએ મીડિયાને જાણ કરી હતી.
સામાન્ય રીતે ભાજપ ઉમેદવારોના નામને લઈને અંતિમઘડી સુધી ભાજપ સસ્પેન્સ જાળવી રાખે છે. જોકે, આ વખતે ભાજપે ઉમેદવારોને રાત્રે જ ફોન કરીને ફોર્મ ભરવા માટે તૈયાર રહેવાની જાણ કરી હતી. ગુરુવારે સવારે આ તમામ ઉમેદવારોએ પોતાને ફોન આવ્યાની જાણ મીડિયાને પણ કરી હતી. જેથી સત્તાવાર યાદી જાહેર થયા પહેલા જ ઉમેદવારોના નામ સામે આવવા લાગ્યા હતા. અને ભાજપનું પેપર ફુટી ગયું હતું.
ADVERTISEMENT