અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોએ ખાંડા ખખડાવવાની શરૂઆત કરી દીધી છે. સામ દામ દંડ ભેદ જે નીતિથી લોકો આકર્ષીત થાય તે નીતિ લાગુ કરી રહ્યા છે. જો કે હાલ આપ ખુબ જ આક્રમક મુડમાં જોવા મળી રહ્યું છે. ભાજપ પણ એટલી જ શક્તિથી આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ તેના ચીર પરિચિત અંદાજમાં ખાંડા ખખડાવી રહ્યું છે. જો કે સૌથી વધારે ઉડીને આંખે વળગે તેવી બાબત છે ભાજપ દ્વારા હવે સોશિયલ વોરિયર નામના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત તમે સોશિયલ મીડિયા કાર્યકર્તા બનવા માંગતા હો તો ભાજપ દ્વારા નિર્ધારિત કરેલા નંબર પર મિસકોલ દ્વારા જોડાઇ શકો છો.
ADVERTISEMENT
ભાજપે સોશિયલ મીડિયામાં લોકોને જોડવા અભિયાન શરૂ કરવું પડ્યું
જો કે જ્યારે સોશિયલ મીડિયા બાબતે ભારે અજ્ઞાન હતું ત્યારે PM મોદી દ્વારા સોશિયલ મીડિયા સેલની સ્થાપના કરવામાં આવતી હતી. લોકો સુધી પહોંચવા માટે વડાપ્રધાન મોદી (તે સમયે મુખ્યમંત્રી)એ સોશિયલ મીડિયાની મદદ લીધી હતી. દરેકે દરેક લોકો સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોંચ બનાવવામાં આવી હતી. એક સમય એવો આવ્યો કે ભાજપની સોશિયલ મીડિયાની શક્તિ એટલી હતી કે તે ઇચ્છે તે હેશટેગ કે તે વ્યક્તિ કે વીડિયોને ટ્રેન્ડમાં લાવી શકે.
આપનો પ્રત્યેક મેસેજ સીધો જ ડોઢ કરોડ લોકો સુધી પહોંચે છે
જો કે આ વખેત આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સોશિયલ મીડિયા કેમ્પેઇન એટલું મજબુત કર્યું કે, ભાજપની સાયબર આર્મી પણ તેની પાસે ટુંકી પડી હતી. આખરે ભાજપ દ્વારા નવા સભ્યોને જોડવા માટે અભિયાન લોન્ચ કરવું પડ્યું હતું. આપની સોશિયલ મીડિયા સ્ટ્રેન્થ વિશે વાત કરતા આપના એક નેતાએ જણાવ્યું કે, અમે સોશિયલ મીડિયા માટે એક ચેઇન બિઝનેસની ટ્રીક કામે લગાડી છે. અમે એક વ્યક્તિને કોઇ પણ વસ્તુ મોકલીએ છીએ તે વ્યક્તિને બીજા ત્રણને મોકલવા માટે જણાવીએ છીએ. આ પ્રકારે હાલ તો અમારી પહોંચ ડોઢ કરોડ લોકો સુધી સીધી જ બની ચુકી છે. અમારો દરેક મેસેજ ડોઢ કરોડ ગુજરાતીઓ સુધી તો નિશ્ચિત રીતે જાય જ છે. તેવામાં આ રણનીતિને ખાળવા માટે હવે ભાજપની સાયબર આર્મી પણ ટુંકી પડી રહી છે તેથી તેમણે આ અભિયાન લોન્ચ કર્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT