અમદાવાદ : નરેન્દ્ર મોદીએ 2014 માં ગુજરાત છોડ્યું અને વડાપ્રધાન પદ સંભાળ્યું 8 વર્ષમાં ક્યારે પણ સરકાર સ્થિર રહી શકી નહી. 8 વર્ષમાં ગુજરાતે કુલ 3 સરકારો જોઇ. આનંદીબેનને પાટીદાર અનામત આંદોલન નડ્યું તો વિજય રૂપાણીને કોરોના નડ્યો હતો. ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં પણ કેટલાક નેતાઓના બફાટ અને અયોગ્ય કાર્યશૈલીના કારણે વિભાગો છિનવી લેવામાં આવ્યા આવ્યા. જો કે ભાજપે આજે 160 ઉમેદવારોની જે યાદી બહાર પાડી તેમાં તમામ જ્ઞાતીના સમીકરણો સમાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારનો પ્રયાસ એવો રહેશે કે પાંચ વર્ષ સુધી મજબુત સરકાર રહે અને ચાલે.
ADVERTISEMENT
ભાજપ દ્વારા માધોસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા જાતીસમીકરણ પર આપ્યું ધ્યાન
ભાજપ દ્વારા આ વખતે માધોસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે તેણે પણ જાતીગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટોની ફાળવણી કરી છે. ભાજપે કુલ 160 ઉમેદવારો જાહેર કર્યા તે પૈકી 39 પાટીદારોને ટિકિટ આપી છે. 6 બ્રાહ્મણ અને 3 અનાવીલ સહિત કુલ 9 બ્રાહ્મણ, 14 મહિલા અને 6 ક્ષત્રીયો અને 3 જૈન પ્રતિનિધિત્વ સોંપ્યું છે. આ ઉપરાંત અન્ય નાના સમાજ કે વૈષ્ણવ અને જૈન સમુદાયમાં પણ 1-2 ટિકિટ આપીને સર્વસમાવેશી યાદી બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓ અને યુવાનો પર પણ ભાર અપાયો છે. જેમાં 14 મહિલાઓનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાતીઓના દબદબાને ધ્યાને રાખી નિર્ણયો લેવાયા
જો કે ઉત્તર ગુજરાતમાં ચૌધરી અને પાટીદાર અને ઠાકોરોનો દબદબો જોવા મળે છે. જેને ધ્યાને રાખીને ભાજપ ઉત્તર ગુજરાતમાં ચૌધરી,પાટીદારો, ઠાકોરો વચ્ચે પણ સમીકરણ સાધીને તે પ્રમાણે ટિકિટની ફાળવણી કરી છે. જેથી આ વખતે ભાજપ કોઇ પણ પ્રકારની ચુક કરવા માંગતું નથી. ઝોન, જાતી અને પક્ષ તમામ સમીકરણોને ધ્યાને રાખીને સારો એવો ઉંડો અભ્યાસ કર્યા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. હવે આ અભ્યાસ અને જાતીગત સમીકરણો ભાજપને માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવામાં મદદરૂપ થાય છે કે નહી તે તો સમય જ કહેશે.
સૌરાષ્ટ્રમાં તમામ જુના જોગીઓને ઘરભેગા કરીને જાતીઆધારિત ટિકિટો ફાળવાઇ
આ ઉપરાંત ઝોનવાઇઝ પણ નજર રાખી છે. માત્ર જાતીગત પણ નહી અને માત્ર વિસ્તારવાદી પણ નહી તે પ્રકારે ટિકિટોની ફાળવણી કરવામાં આવી છે. જેમ કે સૌરાષ્ટ્રમાં આહીર, કોળી અને પાટીદાર અને ક્ષત્રીયોનો દબદબો છે તો તે ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર રાજકારણની પાઠશાળા ગણાય છે જેમાં મોટા ભાગના ચહેરાઓ બદલાઇ ચુક્યા છે. વર્ષોથી અડંગો જમાવીને બેઠેલા તમામ જુના જોગીઓને એક જ ઝાટકે ઘરભેગા કરી દીધા છે. રાજકોટની ચારેય સીટ પર નવા ચહેરાઓ બદલી દેવાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી આવેલા નેતાઓને પણ સાચવી લેવાનો પ્રયાસ કર્યો છે. જેમાં કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, ભગા બારડનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT