AAP ના કાર્યકરોને BJP સરપંચે ઝાટકણી કાઢી, લોકશાહી જ્યાં ચાલતી હોય ત્યાં ચાલે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાથવેંતમાં છે ત્યારે કાર્યકર્તાથી માંડીને નેતાઓ પ્રચાર પ્રસાર માટે પોતાની તમામ શક્તિ કામે લગાડી રહ્યા છે. જો કે આ વખતે…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાથવેંતમાં છે ત્યારે કાર્યકર્તાથી માંડીને નેતાઓ પ્રચાર પ્રસાર માટે પોતાની તમામ શક્તિ કામે લગાડી રહ્યા છે. જો કે આ વખતે કોંગ્રેસ કરતા પણ આપ આક્રમક જોવા મળી રહ્યું છે. જેના કારણે ભાજપ અને આપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે પણ ચકમક અનેશાબ્દિક ટપાટપી થયા કરે છે. આવી જ એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

AUDIO CLIP VIRAL થતા ખળભળાટ
આ ઓડિયો ક્લિપમાં પોસ્ટર લગાવવા મુદ્દે ભાજપના સમર્થક એક સરપંચ આપના કાર્યકર્તાની ઝાટકણી કાઢી રહ્યા છે. હવે પોસ્ટર લગાવવા નહી તેવા મુદ્દે ધમકાવતા પણ સંભળાય છે. આ અંગેની દબાણ કરતી ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે. આ અંગે જેની ઓડિયો ક્લિપ વાયરલ છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મુકેશભાઇએ જણાવ્યું કે, જુના બીલીથામાં અમે શુભેચ્છા પોસ્ટર લગાવ્યા હતા. જો કે સરપંચ પુષ્પતસિંહ સોલંકીએ ફોન કરીને અમને ધમકાવ્યા હતા. મે લોકશાહીનું કહેતા તેમણે કહ્યું કે, લોકશાહી જ્યાં ચાલતી હોય ત્યાં ચલાવાય બધે ના ચલાવાય. હવે મારશો તો પછી જોયા જેવી થશે તેવી ધમકી પણ આપી હતી.

સરપંચે કહ્યું આંગણવાડી પર લગાવ્યો તેનો અમે વિરોધ કર્યો
જો કે આ અંગે સરપંચે જણાવ્યું કે, બેનર મારવાવાળી વ્યક્તિ મુકેશભાઇ બારિયા અન્ય ગામ ફુલાબારિયાના મુવાડાનો છે. લોકશાહીમાં ગમે ત્યારે ગમે તે કરી શકે છે અને ગમે તે વ્યક્તિ કે પાર્ટીનો પ્રચાર કરવાની છુટ છે. પરંતુ તેમણે આંગણવાડી પર બેનરો લગાવ્યા તેનો મે વિરોધ કર્યો છે. જાહેર સ્થળ પર તેઓ ગમે ત્યાં લગાવે અમે વિરોધ નથી કર્યો.

    follow whatsapp