વડોદરા: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી શરૂ થઈ ચુકી છે. 26 બેઠકો છેલ્લી 2 ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. ત્યારે હવે તમામ બેઠકો પર જીતની હેટ્રીક સાથે વધુ એક વખત જીત માટે ભાજપ રણનીતિ તૈયાર કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આગામી તા.10મીએ ગુજરાતની મુલાકાતે આવશે.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં ચૂંટણીને લઈ સતત રાજકીય ઉથલ પાથલના સંકેત માંલઈ રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈને હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આગામી તા.10મીએ ગુજરાતની મુલાકાતે આવશે. જે.પી.નડ્ડા વડોદરા એરપોર્ટ ખાતે શહેર જિલ્લા ભાજપ અગ્રણીઓ સહિત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ તેમનું સ્વાગત કરશે. આ સાથે જ એરપોર્ટથી સીધા જ પંચમહાલ જવા રવાના થશે. જ્યાં આગામી 2024ની લોકસભા ચૂંટણી સંદર્ભે જાહેર સભાને સંબોધન કરશે.
વડોદરામાં યોજશે બાઇક રેલી
પંચમહાલની જાહેર સભાને સંબોધ્યા બાદ જે.પી.નડ્ડા ફરી વડોદરા એરપોર્ટ ખાતે આવશે. જ્યાંથી શહેર જિલ્લા ભાજપ યુવા અગ્રણીઓ વિશાળ બાઈક રેલી સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજવા રોડ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે પહોંચશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતેથી ચૂંટણીલક્ષી સંવાદ યોજશે. રાજ્યમાં આગામી 2024 લોકસભા ચૂંટણી સંદર્ભે જે.પી.નડ્ડા તૈયારી શરૂ કરાવશે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા )
ADVERTISEMENT