BJP ની સભામાં જ સાંસદે વિપક્ષી નેતાના ભરપેટ વખાણ કર્યા પણ પછી…

નરેન્દ્ર પેપરવાલા/ભરૂચ : ભાજપના સાંસદ મનસુખ વસાવાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ઝગડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા છોટુ વસાવાના વખાણ…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/ભરૂચ : ભાજપના સાંસદ મનસુખ વસાવાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ઝગડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા છોટુ વસાવાના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ જો કે તેમની સ્પષ્ટતા પણ આવી હતી. હાલ તો તેમનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનસુખ વસાવા ભાજપને ઘણી વખત અસહજ સ્થિતિમાં મુકી ચુક્યા છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવા ભાજપની સભામાં વિપક્ષના વખાણ કરવા લાગ્યા
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપની એક સભા દરમિયાન છોટુ વસાવાના ભરપેટ વખાણ કર્યા હતા. જે અંગેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, છોટુ વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે તેઓ સતત લડત ચલાવી રહ્યા છે. છોટુભાઇ આદિવાસીઓના હક માટે દશકો સુધી લડત ચલાવતા રહ્યા તે આપણે સ્વિકારવું જ પડે.

વીડિયો વાયરલ થતા સ્પષ્ટતા કરી
વીડિયો વાયરલ થયા બાદ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કે શું છોટુભાઇએ કશુ જ નથી કર્યું? ત્યારે મે કહ્યું કે છોટુ વસાવા આદિવાસીઓના હક માટે લડતા આવ્યા છે. જો કે એકલા બીટીપી કે એકલી તાકાતથી સરકાર બનાવી નથી શકતા. બે કે ત્રણ ધારાસભ્યો વર્ષોથી આવ્યા છે.

છેલ્લા ચાર દાયકાઓથી તેઓ એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકારણમાં ભાગ્યે જ એવું બનતું હશે કે, છોટુભાઇ વસાવાને નહી ઓળખતું હોય. છેલ્લા ચાર દાયકાથી તેઓ એકહથ્થુ રાજ ચલાવી રહ્યા છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટ મુદ્દે કકળાટ સામે આવ્યો છે. મહેશ વસાવાએ પોતાના જ પિતા સામે મોરચો માંડ્યો અને તેમની ટિકિટ કાપી નાખતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. છોટુ વસાવાનો અનોખો રેકોર્ડ છે કે, તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી.

    follow whatsapp