સુરતમાં 'સરકારી સિસ્ટમ' સામે ભાજપના MLAએ ઉઠાવ્યો અવાજ, ખુલ્લેઆમ એજન્ટ રાજ પર ભડક્યા

Surat MLA Kumar Kanani's Letter: સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani)લોકમુદ્દાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા રહે છે. લોકોની સમસ્યાને લઈને તેઓ પત્ર લખીને જે તે વિભાગ મંત્રીઓને પણ રજૂઆત કરતા હોય છે.

Surat MLA Kumar Kanani's Letter

સુરતમાં એજન્ટ રાજ

follow google news

Surat MLA Kumar Kanani's Letter: સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani)લોકમુદ્દાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા રહે છે. લોકોની સમસ્યાને લઈને તેઓ પત્ર લખીને જે તે વિભાગ મંત્રીઓને પણ રજૂઆત કરતા હોય છે. ત્યારે હવે ધારાસભ્ય કુશોર કાનાણી ઉર્ફે કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખીને આવકના દાખલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. 

MLA કુમાર કાનાણીનો કલેક્ટરને પત્ર

સુરત કલેક્ટરને લખવામાં આવેલા પત્રમાં કુમાર કાનાણીએ જણાવ્યું છે કે, હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવેલ હોય, વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણ પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે.

 

એજન્ટો રૂપિયા લઈ દાખલો કાઢી આપતા હોવો આરોપ 

તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, લાઈનમાં ઉભા રહેતા લોકોને સીમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે. બાકીના લોકોને કાયમી આ રીતે હેરાન થાય છે. પરંતુ એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાંઠ-ગાઠ કરી પૈસા લઈ 2 જ કલાકમાં દાખલાઓ કાઢી આપવામાં આવે છે. 

આવકના દાખલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે કરી માંગ

કુમાર કાનાણીએ કહ્યું કે, દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યા પછી આવી પરિસ્થિતિ ઉભી થાય છે. જેનો બોધપાઠ લઈ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયા પહેલા વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી રહે તેના માટે તંત્ર દ્વારા અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી મારી માંગણી છે. 

CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો પત્ર

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ સુરતમાં વિવિધ જગ્યાએથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ થયા બાદ ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા હતા. સેમ્પલ ફેલ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જેમાં તેઓેએ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ ભેળસેળ અંગેના કાયદામાં સુધારો કરવા પણ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું હતું.

ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત 

    follow whatsapp