બનાસકાંઠા: ભૂગર્ભ જળનો પ્રશ્ન હવે ભાજપના જ ધારાસભ્યને ખૂંચી રહ્યો છે. આ વિકટ બનેલા પ્રશ્નને લઈ હવે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે બાંયો ચઢાવી છે. કેશાજી ચૌહાણે જાહેરમાં મહત્વનું નિવેદન આવ્યું છે. તેને કહ્યું કે, જ્યાં સુધી આ વિસ્તાર મા ભૂગર્ભ જળનો પ્રશ્ન હલ નહિ થાય ત્યાં સુધી કોઈ સન્માન નહિ સ્વીકારું.
ADVERTISEMENT
દિયોદર સામુહિક આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજન કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે એક મહત્વનું નિવેદન આપ્યું છે.દિયોદર વિસ્તારના ભૂગર્ભ જળ માટે કેશાજી ચૌહાણે સંકલ્પ લીધો છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં સન્માન નહિ સ્વીકારે. આ સાથે જ તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મોટો પ્રશ્ન ભૂગર્ભના જળનો છે. ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ માત્ર 11 ટકા બચ્યું છે.
ઉત્તર ગુજરાતમાં 89% ભૂગર્ભ જળ વપરાઈ ગયું છે. એટલે કે 89 ટકા અંદરનું પાણી આપણે વાપરી ચૂક્યા છીએ. આપણી જિંદગી તો કદાચ પૂરી થઈ જશે, પણ ભવિષ્યમાં શું થશે. જો આની ચિંતા અત્યારથી નહીં કરીએ તો ભવિષ્યમાં ખૂબ મોટી મુશ્કેલી ઉભી થશે. આપણો વિસ્તાર ભૌગોલિક રીતે એવો છે કે નર્મદા મુખ્ય કેનાલથી, નર્મદા ડેમથી અને દરિયાની સપાટીથી ઊંચો ભાગ છે. એટલે કુદરતી લેવલથી કોઈ બીજી નદી કે નહેરનું પાણી લાવવું અઘરું છે.
આ પણ વાંચો: જિગ્નેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે વિવાદ, મેવાણી કેમ થયા ગુસ્સે જાણો ?
જાહેરમાં નહીં સ્વીકારે સન્માન
અમારે પમ્પિંગ કરીને જ પાણી લાવવું પડે એવી પરિસ્થિતિ છે. એટલે સરકારની પણ ખૂબ ઈચ્છા છે પાણી ક્ષેત્રે કંઈક કરવાની પણ હજુ સુધી આમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે હજી દિશા મળતી નથી. જ્યાં સુધી આ વિસ્તારની જનતાને આ ભૂગર્ભ જળ સિંચાઇ માટે ભગવાન માર્ગ ન દેખાડે ત્યાં સુધી મે જાહેરમાં ફૂલહાર સ્વીકારવાનું ન સાલ કે ન પાઘડી સ્વીકારવાનો સંકલ્પ કર્યો છે.
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT