ભાજપના ધારાસભ્ય થયા ગુમ? ધોરાજીના રસ્તા પર ઠેર-ઠેર લાગ્યા પોસ્ટરો

નિલેશ શિશાંગીયા, રાજકોટ : વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ સર્જ્યો છે. કોંગ્રેસના અનેક મોટા નેતાને હારનો સ્વાદ ચખાડવામાં ભાજપના નેતાઓ સફળ રહ્યા છે.…

gujarattak
follow google news

નિલેશ શિશાંગીયા, રાજકોટ : વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ સર્જ્યો છે. કોંગ્રેસના અનેક મોટા નેતાને હારનો સ્વાદ ચખાડવામાં ભાજપના નેતાઓ સફળ રહ્યા છે. આ દરમિયાન ધોરાજી બેઠક પરથી લલીત વસોયાને હારનો સ્વાદ ચાખડનાર ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો ધોરાજીમાં અનોખો વિરોધ થઈ રહ્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

ધોરાજીમાં ઉબડ ખાબડ રોડ રસ્તા ને લઈ અને ધોરાજીમાં લોકોએ ધારાસભ્ય ગુમ થયા હોવાના પોસ્ટર લગાવ્યા છે. ધોરાજીમાં વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે. ત્યારે રસ્તાઓ નું રિપેર કામ હાથ ધરવામાં ન આવતા લોકો એ પોસ્ટર લગાવ્યા છે. જેમાં વિવિધ સૂત્રોની સાથે ધોરાજીમાં ધારાસભ્ય વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. ધોરાજી ના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા ના પોસ્ટર લાગ્યા . ધોરાજીના રસ્તા પર ધ્યાનથી નીકળવું અહીંયા ધારાસભ્ય ભાજપ ના છે એવો પણ પોસ્ટરમાં ઉલેખ કરવામાં આવ્યો છે. ત્યારે બીજા એક પોસ્ટરમાં ખોબલે ખોબલે મત આપ્યા પ્રજાએ હવે પ્રજા વચ્ચે થી ધારાસભ્ય કેમ ગુમ ? આ સાથે પોસ્ટર મારફતે લોકોએ સાવલો કરતાં કહ્યું કે, આઠ મહિના પહેલા બનાવામાં આવેલ જેતપુર રોડ કેમ તૂટી ગયો સહિત ના સવાલો સાથે પોસ્ટગાર લગાવવામાં આવ્યા છે.

ધારાસભ્યએ કરી સ્પષ્ટતા
પોસ્ટરને લઈ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ખુલાસો કરતાં કહ્યું કે, કેટલાક વિઘ્ન સંતોષીઓએ પોસ્ટર લગાવ્યા છે. મને પ્રજાએ જે જવાબદારી આપી છે તે કામ કરી રહ્યો છું. હું આવા પોસ્ટરોથી ચલિત થવાનો નથી. હું અવિરત પ્રજાના કામ કરી રહ્યો છું.

    follow whatsapp