BJP ના ધારાસભ્ય વર્લ્ડ કપની ટિકિટોની કાળાબજારી કરે છે? સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ

અમદાવાદ : ગઢડા શહેર કોંગ્રેસના પ્રમુખ દ્રારા ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટ મામલે ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે ધારાસભ્ય…

Shambhuprasad tundiya

Shambhuprasad tundiya

follow google news

અમદાવાદ : ગઢડા શહેર કોંગ્રેસના પ્રમુખ દ્રારા ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટ મામલે ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવીને રાજકીય કિનાખોરેના કારણે લગાવાયા હોવાનું પણ જણાવ્યું હતું. આરોપો પણ ફેક ન્યૂઝના કારણે લગાવ્યા હોવાની તથા કોર્ટમાં જઇને આરોપ લગાવનારા વિરુદ્ધ કાર્યવાહીની બાંહેધરી પણ આપી છે.

ગઢડા શહેરના કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી દ્વારા ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા પર લગાવ્યા ગંભીર પ્રકારના આરોપ સાથેનો સોશિયલ મીડિયામાં વિડિયો કર્યો વાયરલ કર્યો હતો. ગઢડા શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર વેલાણી દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. જે વીડિયોમાં કિશોર વેલાની દ્વારા તાજેતરમાં પૂર્ણ થયેલ વર્લ્ડ કપ દરમિયાન ભારત પાકિસ્તાન મેચની ટિકિટને લઈ ડુપ્લીકેટ ટિકિટ માટે શંભુપ્રસાદ ટુંડિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટુંડીયા ગઢડા ઉમરાળાના ધારાસભ્ય છે તેમના દ્વારા ડુપ્લીકેટ ટિકિટ મામલે પોલીસ સ્ટેશન ખાતે નિવેદન આપવા જવું પડ્યું છે. ડુપ્લીકેટ ટિકિટ મામલે ધારાસભ્યની સંડોવણી હોય તે પ્રમાણેના આડકતરા સીધા આક્ષેપ ગઢડાના શહેર પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા હોવાથી વીડિયોમાં જણાવેલ તેમજ ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી દ્વારા ધારાસભ્યની રાજીનામાની માંગ પણ કરી હતી. નિષ્પક્ષ તપાસની માંગ કરવામાંઆવી રહી છે. જેના પગલે હાલ રાજકારણ ગરમાયુ છે.

ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી દ્વારા કરવામાં આવેલ આક્ષેપ મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન તેમણે ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખના તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમને whatsapp પર એક ટિકિટ મોકલવામાં આવી હતી. જે ટિકિટ ભારત પાકિસ્તાનના મેચની હોય જે ટિકિટ સાચી છે કે ખોટી તે ખરાઈ કરવા જણાવેલ જે બાબતને લઈ whatsapp પર ટિકિટ મોકલનાર વ્યક્તિ પરિચિત માં હોય જેને લઇ શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા પોતાને ટિકિટ સાચી છે કે ખોટી તેની કોઈપણ પ્રકારની માહિતી ન હોય મેચના સ્થળ પર પહોંચી જવાબદાર અધિકારી હોય તેમને ટિકિટ બતાવી ખરાઈ કરવા જણાવ્યું હતું.

ત્યાર બાદ આ ટિકિટની તપાસ કરતા તે કોઇ કાળાબજારી કરતા વ્યક્તિ દ્વારા આ કરવામાં આવી હતી. જેથી તત્કાલ તે વ્યક્તિએ આપેલા લોકેશન અનુસાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરીને નકલી ટિકિટ વેચનારા વ્યક્તિની ધરપકડ પણ કરાવી હતી. આ પ્રકારે ધારાસભ્ય તરીકે ઉત્તમ કામગીરી કરીને કૌભાંડ કરનારા વ્યક્તિની ધરપકડ કરાવી હતી. આ ઉત્તમ કામગીરી કરી હતી. કોંગ્રેસ નેતા દ્વારા સમગ્ર ઘટના જાણ્યા વગર ખોટી રીતે વીડિયો બનાવી બદનામ કરવાનું કાવત્રું કરવામાં આવ્યું. તે બદલ કોર્ટમાં બદનક્ષીનો દાવો કરવાની ચિમકી પણ ટુંડિયાએ ઉચ્ચારી હતી.

    follow whatsapp