ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકારણમાં ચહલ પહલ જોવા મળે છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકારણમાં નારાજગીનો દોર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ધોરાજી બેઠકના ધારાસભ્ય લલીત વસોયાની નારાજગી અનેક વખત સામે આવી છે. આ સાથે જ એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા અને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા એક સ્ટેજ પર જોવા મળ્યા હતા અને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા અને કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા એક મંચ પર દેખાયા હતા. આ પહેલા જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ હાજરી આપી હતી અને જયેશ રાદડિયાએ તેમનું સ્વાગત કર્યું હતું.આ પહેલા ધારાસભ્ય લલીત વસોયા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા હતા અને તેના સ્ક્રીન શૉટ વાયરલ થયા હતા. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ તેઑ એક કાર્યક્રમમાં જોડાયા હતા જે અંગેની તસવીર પણ વાયરલ થઇ હતી. આમ લલીત વસોયા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં નવાજૂની કરે તો નવાઈ નથી.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 10 ધારાસભ્યો એવા છે, જેમણે પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈને મતદાન કર્યુ છે. જેમાં 7 કોંગ્રેસના ધારાસભ્યો છે. આ 7 ધારાસભ્યોના નામમાં લલીત વસોયાએ ક્રોસ વોટિંગ કર્યું છે તેમ માનવામાં આવી રહ્યું હતું ત્યારે હાર્દિક પટેલના નજીકના ગણવામાં આવતા લલીત વસોયા પણ હાર્દિકના રસ્તે જશે કે કોંગ્રેસનો હાથ પકડી રાખશે તે આવનાર ચૂંટણીમાં જ ખબર પડશે
ADVERTISEMENT