હિરેન રવિયા/અમરેલી: દેશમાં હાલ ચાલી રહેલી IPL ક્રિકેટ ટૂર્નામેન્ટ વચ્ચે લોકોની સાથે નેતાઓમાં પણ ક્રિકેટ રમવાનો ક્રેઝ જાગ્યો છે. અમરેલીના સાવરકુંડલા ખાતે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના નેતાઓએ ઉદ્ધાટન પ્રસંગે ફટકાબાજી કરી હતી. જેમાં ધારાસભ્ય મહેશ કસવાલાએ સિક્ટર ફટકારીને ક્રિકેટરનો પણ અચંબીત કરી નાખ્યા હતા.
ADVERTISEMENT
સાવરકુંડલામાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
અમરેલીના સાવરકુંડલામાં કોમી એકતાના ભાવથી નાઈટ ક્રેકિટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી તથા ધારાસભ્ય મહેશ કસવાલા હાજર રહ્યા હતા. દરમિયાન તમામે ક્રિકેટની પીચ પર બેટિંગમાં હાથ અજમાવ્યો હતો. ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે નેતાઓએ પણ બેટિંગ અને બોલિંગમાં હાથ અજમાવ્યો હતો.
બેટિંગ અને બોલિંગમાં નેતાઓએ અજમાવ્યો હાથ
જેમાં રાજકીય પીચમાં ધૂઆધાર બેટિંગ કરતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્રિકેટના મેદાનમાં પણ જોરદાર બેટિંગ કરી હતી અને બેટથી ચોગ્ગા ફટકાર્યા હતા. તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ બેટિંગ સાથે ગૂગલી બોલિંગ કરી હતી. જ્યારે ધારાસભ્ય મહેશ કસવાળાએ બેટીંગમાં સિક્સ ફટકારી ક્રિકેટરોને અચંબિત કરી દીધા હતા. તો માનવ મંદિરના સંત ભક્તિબાપુએ પણ બેટ વડે ચોગ્ગાઓ ફટકાર્યા હતા.
ADVERTISEMENT